LSG vs CSK : IPL 2025માં ધોનીએ લીધો કઠોર નિર્ણય, તેના ચહિતા અશ્વિનને જ ટીમમાંથી કર્યો બહાર
ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક એવો નિર્ણય લીધો જેણે બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ચેન્નાઈએ તેના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી સ્પિનર આર.અશ્વિનને પ્લેઈંગ 11 માંથી પડતો મૂક્યો હતો. ધોનીએ તેના ચહિતા અશ્વિનને બહાર કરી તેની જગ્યાએ યુવા ખેલાડીને ટીમમાં તક આપી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સનું IPL 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. પાંચ વખત IPL જીતનાર આ ટીમ આ સિઝનમાં સતત પાંચ મેચ હારી ગઈ છે. હવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે CSKએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો અને આર.અશ્વિનને બહાર કરી દીધો છે.

આર અશ્વિન લાંબા સમય પછી ચેન્નાઈ સુપર કિંગ્સમાં પાછો ફર્યો છે અને આ ખેલાડીને પણ 9.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો પરંતુ આ બોલર તેના નામ મુજબ સારું પ્રદર્શન કરી શક્યો નહીં, પરિણામે તેને હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

IPL 2025માં અશ્વિનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સિઝનમાં અશ્વિને 6 મેચમાં 5 વિકેટ લીધી છે. મોટી વાત એ છે કે આ સિઝનમાં અશ્વિનને ઘણો માર પણ પડ્યો છે. અશ્વિને 6 મેચમાં 9.90ના ઈકોનોમી રેટથી 198 રન આપ્યા છે.

અશ્વિનની જગ્યાએ CSKએ શેખ રશીદને તક આપી છે, જે એક યુવા બેટ્સમેન છે. આ સિવાય ડેવોન કોનવેની જગ્યાએ ક્રેગ ઓવરટનને તક આપવામાં આવી છે.

ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવન : શેખ રશીદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, જેમી ઓવરટોન, એમએસ ધોની, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મતિશા પથિરાના.

લખનૌની પ્લેઈંગ ઈલેવન : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, આકાશ દીપ અને દિગ્વિજય સિંહ રાઠી. (All Photo Credit : PTI / X)
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર સ્પિનર અશ્વિન ખરાબ ફોર્મમાં છે. અશ્વિન આ સિઝનની આગામી મેચમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર ફેન્સની નજર રહેશે. રવિચંદ્રન અશ્વિન સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































