AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking News : અફઘાનિસ્તાનનો વિજયી હુંકાર, બે વખતની ચેમ્પિયન ટીમને પછાડી તમામ ટીમોને ચેતવણી આપી

અફઘાનિસ્તાનની ટીમે T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થાય તે પહેલા જ એક મોટો ઉલટફેર કર્યો છે. તેઓએ બે વખતની ટ્રોફી વિજેતા ટીમને એકતરફી રીતે 23 રનથી હાર આપી છે.

T20 World Cup Breaking News : અફઘાનિસ્તાનનો વિજયી હુંકાર, બે વખતની ચેમ્પિયન ટીમને પછાડી તમામ ટીમોને ચેતવણી આપી
| Updated on: Feb 04, 2026 | 8:56 PM
Share

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં તમામ ટીમોને પોતાની તૈયારીઓ પારખવા માટે વોર્મ-અપ મેચ રમવાની તક મળી રહી છે. 4 ફેબ્રુઆરીએ રમાયેલી વોર્મ-અપ મેચમાં ટુર્નામેન્ટના પ્રારંભ પહેલા જ એક મોટો ઉલટફેર જોવા મળ્યો હતો.

કઈ ટીમને હરાવી?

અફઘાનિસ્તાનની ટીમે આ મેગા ઈવેન્ટ પહેલા બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સામે બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતે વોર્મ-અપ મેચ રમી હતી. આ મેચમાં બેટ અને બોલ બંને સાથે અફઘાનિસ્તાનનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો હતો, જેમાં તેમણે વેસ્ટ ઈન્ડિઝની ટીમને એકતરફી હાર આપીને તમામ ટીમોને ચેતવણી આપી દીધી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વોર્મ-અપ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી બેટિંગમાં ઈબ્રાહિમ ઝાદરાને 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે રહેમાનુલ્લા ગુરબાજે 43 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝની ટીમ તરફથી માત્ર ગુડાકેશ મોતી અને રોસ્ટન ચેઝ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

શરમજનક હારથી બચ્યું ‘વેસ્ટ ઈન્ડિઝ’

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનું ટોપ ઓર્ડર સંપૂર્ણપણે વેરવિખેરાઈ ગયું હતું. એક સમયે વેસ્ટ ઈન્ડિઝે 38 રનના સ્કોર સુધીમાં પોતાની 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેથ્યુ ફોર્ડે 26 બોલમાં અણનમ 52 રનની ઇનિંગ રમીને ટીમને શરમજનક હારથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, વિન્ડીઝની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 159 રન સુધી જ પહોંચી શકી હતી અને તેને 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી બોલિંગમાં અઝમતુલ્લાહ ઉમરઝાઈ અને મુજીબ ઉર રહેમાને 2-2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: T20 World Cup Breaking : ટી20 વર્લ્ડકપમાં કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી છે? 4 ટીમોએ ફક્ત 1 મેચ જીતી

Follow Us
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video
કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના
કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
g clip-path="url(#clip0_868_265)">