Gujarati News » Photo gallery » Cricket photos » IPL 2022: Before the final of Rajasthan Gujarat, find out what is the 'number game' of the teams, whose weight is heavier, who will win?
IPL 2022: રાજસ્થાન-ગુજરાતની ફાઈનલ પહેલા જાણો શું છે ટીમની ‘નંબર ગેમ’, કોનું પલડું છે ભારે, કોણ જીતશે?
IPLની 15મી સિઝનની ફાઇનલ મેચ રવિવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમો પ્રથમ ક્વોલિફાયરમાં પણ આમને-સામને હતી.
IPLની 15મી સિઝનની ફાઇનલ મેચ રવિવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમો પ્રથમ ક્વોલિફાયરમાં પણ આમને-સામને હતી.
1 / 5
લાંબા સમય બાદ ચાહકોને નવો ચેમ્પિયન જોવા મળશે. રાજસ્થાનની ટીમ લીગની પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. આ સિઝન વર્ષ 2008માં રમાઈ હતી. ત્યારબાદ રાજસ્થાન પ્રથમ અને એકમાત્ર વખત ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ વખત લીગમાં ભાગ લઈ રહી હતી અને પ્રથમ વખત જ તેણે સરળતાથી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. (PTI)
2 / 5
રાજસ્થાન રોયલ્સના ખેલાડી રવિ અશ્વિને આ સિઝનમાં તેની ટીમ માટે બેટ અને બોલ બંનેથી યોગદાન આપ્યું છે. આ સાથે રવિ અશ્વિને બેટ્સમેન તરીકે એક મેચમાં અડધી સદી પણ ફટકારી છે.
3 / 5
ગુજરાત ટાઈટન્સની ટીમ 14માંથી 10 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. બીજી તરફ રાજસ્થાનની ટીમ 14માંથી નવ મેચ જીતીને બીજા સ્થાને રહી હતી. પ્રથમ સ્થાને હોવા છતાં ગુજરાત માટે ચિંતાનો વિષય છે કે વર્ષ 2011 પછી મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને મેચ જીતી હોય. (PTI)
4 / 5
જોસ બટલરે અત્યાર સુધીની બંને પ્લેઓફ મેચમાં 194 રન બનાવ્યા હતા, જે પ્લેઓફમાં એક બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ સાથે જ તે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનના રેકોર્ડની પણ નજીક છે. તેણે 824 રન બનાવ્યા છે જ્યારે કોહલીએ વર્ષ 2016માં 916 રન બનાવ્યા હતા.