IND vs SA : પહેલી વનડેમાં મોટી સિદ્ધિ, વિરાટ અને રોહિત મેદાનમાં ઉતરતા જ ઇતિહાસ રચશે
IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે. આ સીરિઝની પહેલી મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા મોટી સિદ્ધિ મેળવશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના 2 મજબુત સ્તંભ છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઓડીઆઈ સીરિઝની પહેલી મેચમાં જ્યારે આ 2 ખેલાડી મેદાનમાં ઉતરશે. તો મોટો રોકોર્ડ તેની નજરમાં હશે પરંતુ એક રેકોર્ડ એવો પણ છે કે, જે તુટવો નક્કી છે. રસપ્રદ વાત એ છે કે,આ કીર્તિમાન વિરાટ કોહલી અને રોહિત શર્મા બંન્ને સાથે જોડાયેલો છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે પહેલી ઓડીઆઈ મેચમાં બેટથી અનેક રેકોર્ડ તોડવાની તક છે. આ પહેલા બંન્ને ખેલાડીઓ મેદાનમાં ઉતરવાની સાથે ઈતિહાસ રચી દેશે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલી ઓડીઆઈ મેચમાં બંન્ને ખેલાડીઓ મેદાન પર ઉતરવાની સાથે તેની આ ઈન્ટરનેશનલ કિકેટમાં એક સાથે 392મી મેચ હશે.

આ સાથે આ જોડી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વખત એક સાથે રમનારી જોડી બની જશે.

હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામ પર છે. જેમણે એક સાથે 391 ઈન્ટરનેશનલ મેચ રમી છે પરંતુ હવે હિટમેન અને કિંગ કોહલી ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ અને લાંબા સમય સુધી સાથે રમનારી જોડી બની જશે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક સાથે સૌથી વધારે મેચ રમનારી જોડીની જો આપણે વાત કરીએ તો, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ 391, રોહિત શર્મા અને વિરાટ કોહલી 391, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી 369, સચિન તેડુંલકર અને અનિલ કુંબલે 367,સચિન તેડુંલકર અને સૌરવ ગાંગુલી 341,

ODI સીરિઝ માટે ભારતીય ટીમની વાત કરીએ તો કે.એલ રાહુલ, રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત, વોશિગ્ટન સુંદર,રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ,ધ્રુવ જુરેલ (ALL PHOTO : PTI)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
