AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC બેંકના FD વ્યાજ દરમાં થયો વધારો, જાણો 1,00,000 રૂપિયા ડિપોઝિટ પર કેટલું મળશે વળતર

HDFC બેંકે 6 માર્ચ, 2026થી FD વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે ફાયદાકારક છે. સામાન્ય ગ્રાહકોને 6.50% અને સિનિયર સિટીઝનને 7% સુધી વ્યાજ મળશે, જેનાથી રોકાણકારોને હવે વધુ સારું વળતર પ્રાપ્ત થશે.

| Updated on: Mar 07, 2026 | 6:34 PM
Share
દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક HDFC બેંકે તેના લાખો ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 6 માર્ચ, 2026થી અમલમાં આવ્યા છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાની FDમાં રોકાણ કરનારા ગ્રાહકો માટે લાભદાયક માનવામાં આવી રહ્યો છે.

1 / 6
જો તમે નજીકના સમયમાં FDમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે સારા સાબિત થઈ શકે છે. બેંકે વિવિધ સમયગાળાની FD પર વ્યાજ દર વધાર્યા છે, જેમાં ખાસ કરીને 3 વર્ષથી વધુ મુદતની FD પર વધારો કરવામાં આવ્યો છે. નવા દરો લાગુ થયા બાદ રોકાણકારોને અગાઉ કરતા થોડું વધારે વળતર મળશે.

2 / 6
બેંકે 3 વર્ષ 1 દિવસથી લઈને 4 વર્ષ 7 મહિના કરતા ઓછી મુદત ધરાવતી FD પર વ્યાજ દરમાં  10 બેસિસ પોઈન્ટ (0.10%) નો વધારો કર્યો છે. અગાઉ સામાન્ય ગ્રાહકોને આ સમયગાળાની FD પર 6.40% વ્યાજ મળતું હતું, જે હવે વધારીને 6.50% કરવામાં આવ્યું છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને મળતું વ્યાજ 6.90% થી વધારીને 7% કરવામાં આવ્યું છે. આ દરો ₹3 કરોડથી ઓછી FD માટે લાગુ પડે છે.

3 / 6
નવા દરો મુજબ, સામાન્ય ગ્રાહકો માટે FD પર વ્યાજ દર 2.75% થી 6.50% વચ્ચે રહેશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 3.25% થી 7% સુધી રહેશે. ટૂંકા ગાળાની FDમાં વ્યાજ દર થોડા ઓછા હોય છે. ઉદાહરણ તરીકે, 7 થી 29 દિવસની FD પર સામાન્ય ગ્રાહકોને 2.75% અને વરિષ્ઠ નાગરિકોને 3.25% વ્યાજ મળે છે. જ્યારે 6 થી 9 મહિનાની FD પર સામાન્ય ગ્રાહકોને 5.50% અને વરિષ્ઠ નાગરિકોને 6% વ્યાજ આપવામાં આવે છે.

4 / 6
લાંબા ગાળાની FDમાં રોકાણ કરવાથી વધુ સારું વળતર મળી શકે છે. 18 મહિનાથી 2 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને લગભગ 6.45% અને વરિષ્ઠ નાગરિકોને 6.95% વ્યાજ મળે છે. તે જ રીતે 5 થી 10 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.15% અને વરિષ્ઠ નાગરિકોને 6.65% વ્યાજ આપવામાં આવે છે.

5 / 6
જો કોઈ સામાન્ય રોકાણકાર નવા વ્યાજ દર મુજબ 5 વર્ષ માટે ₹1,00,000 ની FD કરે, તો તેમને અંદાજે ₹37,364 વ્યાજ મળી શકે છે. એટલે કે મુદત પૂર્ણ થતાં કુલ રકમ લગભગ ₹1,37,364 થઈ શકે છે. જ્યારે સમાન સમયગાળા માટે જો કોઈ વરિષ્ઠ નાગરિક ₹1,00,000 ની FD કરે, તો તેમને મુદત પૂર્ણ થતાં લગભગ ₹1,40,784 સુધીની રકમ મળી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

India’s largest IPO : દેશનો સૌથી મોટો Jio નો IPO આ કારણે અટકી શકે છે, જાણો કારણ

Follow Us
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા

આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ

11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું

નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video

દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">