Stock Market : ઉનાળાની ગરમીમાં થશે ‘નફાનો વરસાદ’ ! કયા શેર્સમાં છે ‘Buy’ રેટિંગ અને કયા શેરમાંથી નીકળી જવામાં છે ભલાઈ?
ઉનાળામાં વીજળીની માંગ એટલી વધી જશે કે, પાવર કંપનીઓ પર દબાણ આવશે પરંતુ તેની સાથે-સાથે આ કંપનીઓના શેરમાં તેજી આવવાની પણ પૂરી શક્યતા છે.

બ્રોકરેજ ફર્મ JM Financialનું માનવું છે કે, ભારતનું પાવર અને યુટિલિટીઝ સેક્ટર હાલમાં અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે, આગામી ઉનાળામાં વીજળીની માંગ ઝડપથી વધવાનો અંદાજ છે.

રિપોર્ટ અનુસાર, દિવસ દરમિયાન વીજળીની પીક ડિમાન્ડ (મહત્તમ માંગ) અત્યારથી જ 240-244GW ની રેન્જમાં પહોંચી ગઈ છે. બીજું કે, સાંજના સમયે આ માંગ 200-215GW સુધી જોવા મળી છે.

JM Financial અંદાજ લગાવે છે કે, ઉનાળાના મહિનામાં આ માંગ હજુ વધુ તેજીથી વધી શકે છે. બ્રોકરેજ મુજબ, દિવસ દરમિયાન પીક ડિમાન્ડ 275-285GW સુધી પહોંચી શકે છે, જ્યારે સાંજના સમયે તે 260-270GW સુધી જઈ શકે છે. આનો અર્થ એ છે કે, આગામી મહિનામાં દેશની વીજ ઉત્પાદન ક્ષમતા પર દબાણ વધુ વધી શકે છે.

4 માર્ચ 2026 સુધીમાં ભારતે ઉદ્યોગો માટે નેચરલ ગેસના પુરવઠામાં 10% થી 30% સુધીનો ઘટાડો કર્યો છે. કેટલાક સેક્ટરમાં આ ઘટાડો 40% સુધી પહોંચી ગયો છે. કતારમાં વધતા આંતરરાષ્ટ્રીય તણાવને કારણે ગેસ પુરવઠામાં આવેલા મોટા અવરોધો બાદ આ સ્થિતિ સર્જાઈ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો ગેસ પુરવઠામાં લાંબા સમય સુધી અવરોધ ચાલુ રહેશે, તો ઉનાળામાં ગેસ આધારિત વીજ ઉત્પાદન પર દબાણ વધી શકે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને તે સમયે વધુ ગંભીર બનશે, જ્યારે દિવસ અને સાંજ બંને સમયે વીજળીની માંગ ખૂબ જ વધી જશે.

JM Financial નું કહેવું છે કે, ઊર્જા બજારમાં ઘણી બાબતો એકબીજા સાથે જોડાયેલી હોય છે. ઘણા ઉપયોગોમાં કોલસો અને તેલ એકબીજાના વિકલ્પ તરીકે કામ કરે છે.

ભારતની વીજળી વ્યવસ્થામાં હાઈડ્રો પાવર (જળ વિદ્યુત) મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને સાંજના સમયે તે લગભગ 25-28GW વીજળી પૂરી પાડે છે પરંતુ વર્ષ 2026 માં આ સેક્ટર પણ દબાણમાં આવી શકે છે. આનું કારણ એ છે કે, શિયાળામાં થયેલો વરસાદ સામાન્ય કરતા 50% થી પણ વધુ ઓછો રહ્યો છે.

તાજેતરના વર્ષોમાં હાઈડ્રો પાવરે થર્મલ વીજ ઉત્પાદનમાં થયેલા ઘટાડાની ભરપાઈ કરી છે. આ જ કારણે હાઈડ્રોનો પ્લાન્ટ લોડ ફેક્ટર (PLF) વર્ષ 2023 માં 34% થી વધીને વર્ષ 2025 માં 40% સુધી પહોંચી ગયો હતો.

જો ગેસ અને હાઈડ્રો બંને પર દબાણ ચાલુ રહેશે, તો સાંજની વધતી માંગને પહોંચી વળવા માટે કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવો પડી શકે છે. JM Financial નું કહેવું છે કે, હાલમાં મોટા હાઈડ્રો પ્રોજેક્ટ્સ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કરવો મુશ્કેલ હોઈ શકે છે. એવામાં વીજ ઉત્પાદન માટે કોલસા આધારિત કંપનીઓ પર નિર્ભરતા વધી શકે છે.

બ્રોકરેજે આગામી મહિનાઓ માટે ચાર સંભવિત પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કર્યું છે. આમાં કોલસા અને ગેસનો પુરવઠો, કોમોડિટીના ભાવ અને વીજળીની માંગના અલગ-અલગ સ્તરોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. JM Financial નો અંદાજ છે કે, El Nino ની અસર થવાની શક્યતા લગભગ 60% છે. જો આવું થશે, તો હવામાન પર નિર્ભર વીજ ઉત્પાદન વધુ પ્રભાવિત થઈ શકે છે.

આ સેક્ટરમાં NTPC, Tata Power, Adani Power અને JSW Energy જેવી મોટી લિસ્ટેડ કંપનીઓના નામ છે. બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે વીજ કંપનીઓએ ઇંધણ પુરવઠો, હવામાનની પેટર્ન અને બજારના સંકેતો પર સતત નજર રાખવી પડશે. JM Financial ના મતે પાવર સેક્ટરના સ્ટોક્સ 60% સુધી વળતર આપી શકે છે.

ડેટા અનુસાર, બ્રોકરેજ ફર્મ દ્વારા વિવિધ કંપનીઓ માટે રેટિંગ અને ટાર્ગેટ પ્રાઈસ આપવામાં આવ્યા છે. Suzlon Energy માટે સૌથી વધુ 60.00% સંભવિત અપસાઈડ સાથે 'Buy' રેટિંગ આપવામાં આવ્યું છે, જેનો ટાર્ગેટ પ્રાઈસ ₹64 છે.

બીજી મહત્વની કંપનીઓમાં BHEL (38.13%), Adani Green Energy (36.35%) અને Inox Wind (39.53%) પણ સારા વળતરની ક્ષમતા ધરાવે છે. પાવર સેક્ટરની દિગ્ગજ કંપનીઓ જેવી કે NTPC, Tata Power અને Adani Power માટે પણ 'Buy' રેટિંગ છે, જે અનુક્રમે 11.11%, 14.10% અને 26.43% ના સંભવિત ઉછાળાનો સંકેત આપે છે.

આ સિવાય Torrent Power અને Coal India માટે 'Reduce' રેટિંગ આપવામાં આવ્યું છે, જેમાં ભાવમાં -6.00% અને -10.69% ના ઘટાડાની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌથી નબળું પ્રદર્શન SJVN માટે રહેવાની ધારણા છે, જેના માટે 'Sell' રેટિંગ સાથે -8.22% ની નેગેટિવ અપસાઈડ દર્શાવવામાં આવી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Stock Market : દલાલ સ્ટ્રીટમાં મોટો ખેલ ! પડતા બજારમાં પણ આ 10 શેર્સે રોકાણકારોને કરાવ્યો ‘જોરદાર નફો’