AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર, PCB એ PSL અંગે લીધો મોટો નિર્ણય, IPL સાથે સીધો પંગો

BCCI પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાન સુપર લીગ 2025ની બાકી રહેલી મેચો માટે નવી તારીખો જાહેર કરી છે. પાકિસ્તાન ફરી એકવાર IPL સાથે પંગો લેવા જઈ રહ્યું છે. આ લીગમાં કુલ 8 મેચ બાકી છે અને આ મેચો IPLની સમય પર જ શરૂ થશે.

| Updated on: May 13, 2025 | 9:27 PM
Share
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ફરી એકવાર રમતો શરૂ થવા જઈ રહી છે. BCCIએ IPL 2025ની બાકી રહેલી મેચોનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. અગાઉ, બંને દેશો વચ્ચેના તણાવને કારણે લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી.

1 / 6
બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પહેલા તેની ક્રિકેટ લીગને દુબઈ ખસેડવાની જાહેરાત કરી હતી અને પછી પરવાનગી ન મળતા PCBએ પાકિસ્તાન સુપર લીગ 2025ને પણ સ્થગિત કરી દીધી હતી. હવે PCBએ PSL ફરી શરૂ કરવાની તારીખ પણ જાહેર કરી છે.

2 / 6
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ લીગ 2025ની બાકી રહેલી મેચો માટે નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ લીગ 17 મેથી ફરી શરૂ થશે. BCCI એ પણ આ તારીખથી જ IPL શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે PCB એ અહીં પણ ભારતની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે.

3 / 6
PCBના ચેરમેન મોહસીન નકવીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લીગ અંગે અપડેટ આપ્યું. તેમણે પોસ્ટમાં લખ્યું, 'HBL PSL ત્યાંથી શરૂ થશે જ્યાંથી તે બાકી હતું. 6 ટીમો, 0 ડર. 17 મેથી શરૂ થતી 8 રોમાંચક મેચો માટે તૈયાર થઈ જાઓ, જે 25 મેના રોજ ગ્રાન્ડ ફિનાલે સુધી ચાલશે. બધી ટીમોને શુભકામનાઓ.'

4 / 6
PSLએ સોમવારે ફ્રેન્ચાઈઝીઓ સાથે બેઠક યોજી હતી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે સૌથી મોટો તણાવ વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતાનો છે. અહેવાલો અનુસાર, ઘણા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન પાછા આવવા માંગતા નથી. ખરેખર, ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન વિદેશી ખેલાડીઓ ખૂબ ડરી ગયા હતા અને તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાન છોડવા માંગતા હતા.

5 / 6
PSL 2025માં કુલ 8 મેચ રમાશે જેમાં એલિમિનેટર, ક્વોલિફાયર અને ફાઈનલનો સમાવેશ થાય છે. આ બધી મેચ રાવલપિંડી, મુલતાન અને લાહોરમાં રમાશે. ક્વોલિફાયર અને બંને એલિમિનેટર લાહોરમાં યોજાશે. લાહોર ફાઈનલનું પણ આયોજન કરશે. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

6 / 6

IPL 2025 અને PSL 2025ની બાકીની મેચો 17 મે થી શરૂ થશે. પાકિસ્તાને ફરી ભારત સાથે પંગો લીધો છે જે તેને ભારે પડશે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ

ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

g clip-path="url(#clip0_868_265)">