AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના જંગલેશ્વરમા અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ચાલ્યુ બુલડોઝર

રાજકોટના જંગલેશ્વરમાં સરકારી તંત્રે હાથ ધરેલ કામગીરીમાં અનેક હિસ્ટ્રીશીટરોના મકાનો અને ઓરડીઓને ધરાશયી કરવામાં આવી છે. અનેક હિસ્ટ્રીશીટરો ગેરકાયદે બાંધેલી ઓરડીઓ ભાડે આપીને ભાડુઆતો પાસેથી ભાડું વસુલતા હતા. ડિમોલેશન દરમિયાન 11 ગુનેગારોના 8 પાક્કા મકાનો, 97 ઓરડીઓ 2 દુકાનો અને એક પ્લોટ ઉપર કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ છે.

રાજકોટના જંગલેશ્વરમા અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ચાલ્યુ બુલડોઝર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2026 | 3:50 PM
Share

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ હટાવવાનું ભગીરથ કાર્ય ચાલુ છે. આ અંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, ગઈકાલ સોમવારે ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે કહ્યું હતું કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો. આ વાક્યને સાબિત કરતા રાજકોટ ક્રાઈમના ડીસીપીએ જણાવ્યું કે, જંગલેશ્વર વિસ્તારમાં ગુનેગારો, હિસ્ટ્રીશિટરના કેટલા બાંધકામો તોડવામાં આવ્યા છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચના ડીસીપીએ જંગલેશ્વર વિસ્તારમાં તોડી પાડવામાં આવેલ ગુનેગારોના ગેરકાયદે દબાણ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારી તંત્રે હાથ ધરેલ કામગીરીમાં અનેક હિસ્ટ્રીશીટરોના મકાનો અને ઓરડીઓને ધરાશયી કરવામાં આવી છે. અનેક હિસ્ટ્રીશીટરો ગેરકાયદે બાંધેલી ઓરડીઓ ભાડે આપીને ભાડુઆતો પાસેથી ભાડું વસુલતા હતા. ડિમોલેશન દરમિયાન 11 ગુનેગારોના 8 પાક્કા મકાનો, 97 ઓરડીઓ 2 દુકાનો અને એક પ્લોટ ઉપર કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ છે.

જંગલેશ્વરમાં જે ગુનેગારોની મિલ્કતો આ ડિમોલેશનમાં તૂટી છે તેની યાદી આ પ્રમાણે છે.

  1. સમીર ઉર્ફે મુરઘો યાસીનભાઇ પઠાણ – ગુજસીટોક સહિત અલગ અલગ 14 ગુનાઓ દાખલ-3 ઓરડીઓનું ડિમોલેશન
  2. ⁠આશીફ ઉર્ફે ગંધારો સુલેમાન સમા -જુદા જુદા 17 ગુનાઓ દાખલ-1 મકાનનું ડિમોલેશન
  3. દિનેશ જીવાભાઇ વાળા હિસ્ટ્રીશીટર-1 ઓરડી
  4.  ⁠રહેમત ઉર્ફે રમા જાવીદ જુણેજા-ગાંજા પેડલર,અલગ અલગ 12 ગુનાઓ દાખલ-3 મકાન,48 ઓરડીઓ,3000 સ્કેવેર ફુટનો વંડો
  5. ⁠સમીર ઉર્ફે સંજલો ઉર્ફે સંજય જુણેજા -ગુજસીટોક સહિત 12 ગુનાઓ દાખલ-16 ઓરડીઓ
  6. ⁠જાવેદ જુસબ જુણેજા-ગાંજાનો પેડલર -8 ઓરડીઓ
  7.  ⁠તોસીફ ઉર્ફે બાઘો અસીમ ઉમરેટીયા-પ્રોહિબીશન સહિત 14 ગુનાઓ દાખલ,બે વખત પાસા-1 મકાન,8 ઓરડીઓ
  8. ⁠અસીમ હાજીભાઇ ઉમરેટીયા-બુટલેગર-1 મકાન ,12 ઓરડી
  9. ⁠ઇમરાન ઉર્ફે ટીકડો અસીમ ઉમરેટિયા-બે વખત હદપાર,27 ગુનાઓ પોલીસ ચોપડે દાખલ-1 મકાન 1 દુકાન
  10.  ⁠તનવીર ઉર્ફે તનીયો રફિક શિશાંગિયા-પ્રોહિબિશનના 12 ગુના,એક વખત પાસા -1 મકાન અને 1 દુકાન
  11.  ⁠વિનુ કમાભાઇ સિંઘવ -દેશી દારૂ બુટલેગર 12 ગુનાઓ દાખલ-1 ઓરડી 1 દુકાનWith Input Mohit Bhatt Rajkot

Breaking News : રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો હતોઃ હર્ષ સંઘવી

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">