AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાત્રે ‘ચોખા’ ખાવાની આદત તમને બીમાર કરી શકે છે, જાણો શરીર પર આની કેવી ગંભીર અસરો થાય છે

આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકોને રાત્રિના ભોજનમાં 'ચોખા' ખાવાની આદત હોય છે, કારણ કે તે બનાવવામાં સરળ અને પચવામાં હળવા લાગે છે. જો કે, રાત્રિના સમયે ચોખાનું વધુ પડતું સેવન તમને લાંબાગાળે બીમાર કરી શકે છે.

| Updated on: Feb 24, 2026 | 5:50 PM
Share
આજની ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલમાં લોકો મોડેથી જમવા બેસે છે. એવામાં એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે, રાત્રે ચોખાનું સેવન સ્વાસ્થ્ય પર કેટલું ભારે પડી શકે છે.

1 / 6
વજન વધે છે: ચોખામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને એનર્જી આપે છે. રાત્રે, જ્યારે શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય છે, ત્યારે વધુ કાર્બ્સવાળો આહાર લેવાથી 'કૅલરી' ફેટ (ચરબી) તરીકે જમા થઈ શકે છે. સૂતી વખતે શરીરનું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, જેના કારણે ચોખામાંથી મળતી કેલરીને બાળવી મુશ્કેલ બને છે, પરિણામે વજન વધી શકે છે.

2 / 6
બ્લડ સુગર વધે છે: સફેદ ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. આનો અર્થ છે કે, તે બ્લડ સુગર લેવલને ઝડપથી વધારે છે. રાત્રિના ભોજનમાં ચોખા ખાવા, ખાસ કરીને ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ધરાવતા લોકો માટે બ્લડ સુગરમાં અચાનક વધારો થવાનું કારણ બની શકે છે. સમય જતાં, આનાથી ટાઇપ 2 ડાયાબિટીસ અને બીજી મેટાબોલિક બીમારીઓનું જોખમ વધી શકે છે.

3 / 6
અપચો અને પેટ ફૂલવાની સમસ્યા: ઘણા લોકોને રાત્રે ચોખા ખાધા પછી પેટ ફૂલવા જેવી અને પાચન સંબંધી તકલીફો થાય છે. ચોખામાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ પાચનને ધીમું કરી શકે છે. એવામાં જે લોકોની પાચનશક્તિ સંવેદનશીલ હોય છે, તેમને રાત્રિના ભોજનમાં ચોખા ખાવાથી એસિડિટી, ગેસ અથવા પાચન ધીમું થવાની સમસ્યા થઈ શકે છે.

4 / 6
રાત્રિના ભોજનમાં ચોખાની જગ્યાએ ફાઈબરથી ભરપૂર મલ્ટિગ્રેન રોટલીનું સેવન કરી શકાય છે. પ્રોટીનથી ભરપૂર ક્વિનોઆ (Quinoa) ચોખાનો એક હેલ્ધી વિકલ્પ છે. બાજરી પચવામાં સરળ હોય છે અને તેમાં ચોખાની સરખામણીમાં ઓછા કાર્બોહાઈડ્રેટ હોય છે.

5 / 6
દલિયા (ફાડા) ફાઈબરથી ભરપૂર હોય છે અને તે પાચનને પ્રોત્સાહન આપે છે. મગની દાળની ખીચડી એ પણ પ્રોટીનયુક્ત વાનગી છે, જેને દાળ અને શાકભાજી સાથે બનાવી શકાય છે.

6 / 6

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

Health Tip: એલોવેરાના આ ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો ! ડાયાબિટીસથી લઈને ગ્લોઈંગ સ્કીન સુધી છે રામબાણ ઈલાજ

g clip-path="url(#clip0_868_265)">