AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ટિકિટો વેચાઈ ગઈ પરંતુ સ્થળો હજુ કન્ફર્મ થયા નથી! T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ અને ફાઇનલ અંગે ICC કન્ફ્યુઝ

T20 વર્લ્ડકપની સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ વેચાઈ ગઈ છે પરંતુ મેચ ક્યાં શહેરમાં રમાશે. તે હજુ સુધી નક્કી થયું નથી. ભારત-પાકિસ્તાનના તણાવના કારણે હાઈબ્રિડ મોડલના કારણે આઈસીસીએ વેકલ્પિક વેન્યુ રાખ્યું છે.

T20 WC Breaking : ટિકિટો વેચાઈ ગઈ પરંતુ સ્થળો હજુ કન્ફર્મ થયા નથી! T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ અને ફાઇનલ અંગે ICC કન્ફ્યુઝ
| Updated on: Feb 25, 2026 | 11:03 AM
Share

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટી20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ અને ફાઈનલની મેચની ટિકિટ વેચવાની શરુ કરી છે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, આ મેચનું વેન્યુ હજુ સુધી નક્કી થયું નથી. આઈસીસીએ મંગળવાર 24 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ રિલીઝ કરી ટિકિટ વેચાવાની જાહેરાત કરી હી. જેમાં કહ્યું હતુ કે, સાંજે 7 કલાકથી તમે ટિકિટ ખરીદી શકશો.

ટિકિટમાં કોલકાતા ,મુંબઈ, અમદાવાદ અને કોલંબોનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જ્યારે એ સ્પષ્ટ થયું નથી કે,આમાંથી ક્યાં શહેરમાં ફાઈનલ રમાશે. આ ટૂર્નામેન્ટની મેજબાની ભારત અને શ્રીલંકા સાથે મળી કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન સાથે જોડાયેલા રાજનીતિક તણાવના કારણે હાઈબ્રિડ મોડલ લાગુ કરવામાં આવ્યું છે. જેને લઈ પાકિસ્તાનની તમામ મેચ શ્રીલંકામાં રમાઈ રહી છે. જેની સીધી અસર નોકઆઉટ મેચના વેન્યુ પર પડે છે. જો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચે છે તો મેચ કોલંબો શિફ્ટ થશે.

પહેલી સેમિફાઈનલ પ્રેમદાસ સ્ટેડિયમમાં કે પછી ઈડન ગાર્ડન્સમાં રમાશે. તેના પર આ વાત નિર્ભર કરે છે કે, કઈ ટીમ ક્વોલિફાય કરે છે. 1, જો પાકિસ્તાન ક્વોલિફાય કરે છે તો મેચ કોલંબોમાં શિફ્ટ થશે. 2,શ્રીલંકા ક્વોલિફાય કરે છે તો મેચ કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સેમિફાઈનલ મેચ રમશે તો આ મેચ કોલકાત્તામાં રમાશે.

બીજી સેમિફાઈનલ નક્કી પરંતુ આ સમીકરણ છે

બીજી સેમિફાઈનલ હાલમાં વાનખેડેમાં નિર્ધારિત છે. પરંતુ આખા શેડ્યુલની સંવેદનશીલતા પહેલા મેચના પરિણામ સાથે જોડાયેલી રહેશે.ફાઈનલ યોજના અનુસાર અમદાવાદમાં રમાશે પરંતુ જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે છે તો ખિતાબી મુકાબલો કોલંબોમાં રમાશે. ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ કંડીશનલ વેન્યુ પર ટકેલી છે.

ચાહકો માટે મુશ્કેલીઓ

આઈસીસીએ 2 શહેરોને એક મેચ માટે તૈયાર રહેવા કહ્યું છે. સ્ટેડિયમની સુરક્ષા અને લોજિસ્ટિક્સ સમાનાંતર ચાલી રહ્યું છે. પરંતુ સૌથી મોટી અનિશ્ચિતતા ચાહકોમાં રહેલી છે. ચાહકોને સ્થળની પુષ્ટિ વિના ફ્લાઇટ્સ બુક કરવી પડી શકે છે અને હોટલ રિઝર્વ કરવી પડી શકે છે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પ્લાન કરવો પડી શકે છે.

મેચ શિફ્ટ થઈ તો શું મળશે?

આઈસીસીએ સ્પષ્ટ કહ્યું છે કે, મેચ બીજા સ્થાન પર રમાશે. તો ટિકિટના પૈસા રિંફળ મળશે.પરંતુ ફ્લાઈટ, હોટલ ,વીઝા કે મુસાફરીનો કોઈ ખર્ચ મળશે નહી.આનો અર્થ એ થયો કે સ્થળ બદલવાનું નાણાકીય જોખમ સંપૂર્ણપણે ચાહકો પર રહેશે.

 T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">