હોળી પહેલાના 8 દિવસમાં કરો આ ‘ખાસ ઉપાય’, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી
હોળાષ્ટકનો સંબંધ ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા સાથે પણ જોડાયેલો છે, તેથી આ સમય ભક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસોમાં ભગવાનની ભક્તિ અને કેટલાક ખાસ કાર્યો કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે.

હોળાષ્ટક એટલે હોળી પહેલાના આઠ દિવસનો સમયગાળો. આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ અને નવા કામની શરૂઆત જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. એવી માન્યતા છે કે, આ સમય પૂજા-પાઠ અને આત્મચિંતન માટે સર્વોત્તમ હોય છે. આ વખતે હોળાષ્ટકના દિવસોમાં ભગવાનની ભક્તિ અને કેટલાક ખાસ કાર્યો કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે.

હોળાષ્ટક દરમિયાન રોજ સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી મન શાંત થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે.

આ સમયે દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. તમે ગરીબોને ભોજન, કપડાં, ગોળ, ઘઉં અથવા પૈસાનું દાન કરી શકો છો. દાન કરવાથી જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

હોળાષ્ટક દરમિયાન ઘરની સાફ-સફાઈ કરવી સારી માનવામાં આવે છે. આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. તમે ઘરમાં દીવો પ્રગટાવી શકો છો અને ભગવાનના ભજન વગાડી શકો છો. હોળાષ્ટકમાં હનુમાનજીની પૂજા કરવી પણ લાભદાયી રહે છે. મંગળવાર અથવા શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો. આનાથી ડર, તણાવ અને અવરોધો દૂર થાય છે.

આ સમયે જૂઠું બોલવું, કોઈનું અપમાન કરવું કે ખોટા કામ કરવા જોઈએ નહીં. પ્રયત્ન કરો કે, તમારું વર્તન સારું રહે અને તમે બીજાની મદદ કરો. આવું કરવાથી આનાથી પુણ્ય મળે છે. હોળાષ્ટકમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સહાય કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી જીવનમાં ખુશીઓ અને પ્રગતિના માર્ગ ખૂલી જાય છે.

હોળાષ્ટક ભલે શુભ કાર્યો માટે યોગ્ય સમય ન માનવામાં આવે પરંતુ પૂજા-પાઠ, દાન અને ભક્તિ માટે આ ઘણો સારો સમય છે. જો તમે આ દિવસોમાં ભગવાનનું ધ્યાન કરો છો અને સારા કામ કરો છો, તો જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મળી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલો લેખ ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Vastu Tips: Rubber Plant Vastu : નસીબ ચમકાવશે આ એક છોડ ! ઘરના આંગણે રાખતા જ ખેંચાઈ આવશે લક્ષ્મી, જાણો રબર પ્લાન્ટ રાખવાના ફાયદાઓ
