AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેવા તીર્થમાં યોજાઈ મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક, ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી

સેવા તીર્થમાં યોજાઈ મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક, ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2026 | 7:01 PM
Share

ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટીમાં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તેમજ અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ કનેક્ટિવિટીનો લાભ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમની નવી પીએમ ઓફિસ, કે જે હવેથી સેવા તીર્થ તરીકે ઓળખાઈ રહી છે તેમાં આજે પહેલી કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલ નોર્થ-સાઉથ કોરીડોરના વિસ્તરણને મંજૂરીની મહોર મારી છે. ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના 3.33 કિલોમીટર લાંબા રૂટના વિસ્તરણ સાથે, ત્રણ એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ કરાશે. વિસ્તરણને મંજૂરી આપેલ માર્ગને 1067.35 કરોડના ખર્ચે આગામી ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વભરમાં ફિનટેક હબ તરીકે ખ્યાતિ મેળવી રહેલા ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટીમાં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તેમજ અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ કનેક્ટિવિટીનો લાભ મળશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે, મેટ્રોના વિસ્તરણને મંજૂરી આપવા બદલ પીએમ મોદી અને કેન્દ્રીય કેબિનેટનો આભાર માન્યો છે.

હાલમાં અમદાવાદ ગાંધીનગરમાં ગુજરાત મેટ્રોના 68.28-કિમીના રૂટ ઉપર દોડે છે. અમદાવાદ મેટ્રો ફેઝ-I જે અમદાવાદના વેજલપૂરથી APMC થી મોટેરા સ્ટેડિયમ સુધીના નોર્થ-સાઉથ કોરિડોર અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનો સમાવેશ થાય છે. જ્યારે મેટ્રોના ફેઝ-II મોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી અને GNLU થી ગિફ્ટ સિટી સુધીના માર્ગ પર દોડી રહી છે. આ રૂટ ઉપર કુલ 53 સ્ટેશનોને આવરી લેવાયા છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો રેલનો લાભ દરરોજ અંદાજે 1.60 લાખ લોકો અવર-જવર માટે કરી રહ્યાં છે.

રાજકોટના જંગલેશ્વરમા અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ચાલ્યુ બુલડોઝર

 

g clip-path="url(#clip0_868_265)">