રવિન્દ્ર જાડેજાએ ટીમના હિતમાં BCCIનો આ નિયમ તોડ્યો, શું હવે તેને સજા થશે?
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેમણે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે છઠ્ઠી વિકેટ માટે 203 રનની ભાગીદારી કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં શાનદાર અડધી સદી રમનાર ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ફરી એક વખત મોટી ભૂલ કરી છે. તેમણે બીસીસીઆઈનો એક નિયમ તોડ્યો છે. જેની કોઈને આશા ન હતી. કારણ કે, બીસીસીઆઈ પોતાના નિયમને લઈ ખુબ જ સતર્ક છે. તમામ ખેલાડીઓને આ નિયમોનું પાલન કરવાનો પણ કડક આદેશ આપ્યો છે.

જો કોઈ ખેલાડી આ નિયમને તોડે છે. તો તેને મોટી સજા મળી શકે છે. તેમ છતાં રવિન્દ્ર જાડેજાએ બોર્ડનો એક નિયમ તોડી સૌને ચોંકાવી દીધા છે.હવે તેની સજા મળશે કે, નહી તે બોર્ડ પર નિર્ભર કરશે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ બીસીસીઆઈએ એક નવો નિયમ બનાવ્યો હતો. આ નિયમ મુજબ જો કોઈ ખેલાડી સ્ટેડિયમમાં એકલો જશે નહી તેમજ એકલો આવશે પણ નહી. તમામ ટીમ બસમાં એક સાથે આવશે.

પરંતુ જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન આ નિયમ તોડ્યો છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા ટીમ બસને છોડી પહેલા જ હોટલથી સ્ટેડિયમ માટે રવાના થયો હતો. આ વાત બધાને ખબર છે. જ્યારે તે બસમાં જોવા મળ્યો ન હતો પરંતુ જાડેજાએ ટીમના હિત માટે આ નિયમ તોડ્યો હતો.

મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.

મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.
જામનગરમાં રહે છે આ ક્રિકેટર, પત્ની રિયલ લાઈફમાં છે ઓલરાઉન્ડર આવો છે પરિવાર અહી ક્લિક કરો

































































