IND vs ENG : જસપ્રીત બુમરાહે એકલા હાથે ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી ઢેર, લોર્ડ્સમાં સપનું થયું પૂર્ણ
બુમરાહએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડની બેટિંગ યુનિટનો નાશ કર્યો. લીડ્સ ટેસ્ટ પછી, બુમરાહએ હવે લોર્ડ્સ ટેસ્ટમાં પણ એક ઈનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે, બુમરાહ વિદેશી ધરતી પર સૌથી વધુ પાંચ વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહએ કયા રેકોર્ડ બનાવ્યા છે અને તેણે માત્ર 7 બોલમાં ઈંગ્લેન્ડની બેટિંગને કેવી રીતે ધ્વસ્ત કરી, જાણો આ આર્ટીકલમાં.

જસપ્રીત બુમરાહે ફરી એકવાર એક ઈનિંગમાં પાંચ વિકેટ લઈને પોતાનો જાદુ બતાવ્યો છે. બુમરાહે પોતાના કરિયરમાં 15મી વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી છે. તે ઈંગ્લેન્ડ સામે પાંચમી વખત આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો છે.

બુમરાહે ઈંગ્લેન્ડ સામે પહેલા દિવસે માત્ર એક જ વિકેટ લીધી હતી પરંતુ બીજા દિવસે તેણે ચાર વિકેટ લીધી હતી. તેણે પહેલા સ્ટોક્સને બોલ્ડ કર્યો, બીજા જ બોલ પર તેણે વોક્સની વિકેટ લીધી અને થોડી વારમાં રૂટને આઉટ કર્યો. બુમરાહે 7 બોલમાં આ ત્રણ વિકેટ લીધી. આર્ચરને બોલ્ડ આઉટ કરીને તેણે પાંચ વિકેટ પૂર્ણ કરી.

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે પાંચમી વખત પાંચ વિકેટ લીધી છે. કોઈપણ ટીમ સામે આ તેમનો શ્રેષ્ઠ રેકોર્ડ છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે ચાર વખત પાંચ વિકેટ લીધી છે. એટલું જ નહીં, તેમણે ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લીધી છે.

બુમરાહે લોર્ડ્સમાં પહેલીવાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. હવે લોર્ડ્સના ઓનર બોર્ડ પર બુમરાહનું નામ છાપવામાં આવશે, જે દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે. સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીનું નામ ઓનર બોર્ડમાં નથી કારણ કે 51 ટેસ્ટ સદી ફટકારનાર સચિને આ મેદાન પર ક્યારેય ટેસ્ટ સદી ફટકારી નથી.

બુમરાહ વિદેશી ધરતી પર સૌથી વધુ 13 વખત પાંચ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. એટલું જ નહીં, તેણે એશિયન બોલરોમાં વસીમ અકરમની બરાબરી કરી છે. અકરમે SENA (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં 11 વખત પાંચ વિકેટ લીધી હતી અને હવે બુમરાહ પણ આ આંકડા પર પહોંચી ગયો છે. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં જસપ્રીત બુમરાહ શાનદાર ફોર્મમાં છે. જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
