IND vs WI: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર ખેલાડી બહાર? અમદાવાદ ટેસ્ટમાં આવી હશે ભારતની પ્લેઈંગ 11
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 2 ઓક્ટોબરથી શરૂ થશે. આ શ્રેણીની પહેલી મેચમાં ભારતને એશિયા કપમાં ચેમ્પિયન બનાવનાર ખેલાડીને ટીમમાં તક મળવાની શક્યતા ઓછી લાગે છે. જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, તેથી ટીમ ઈન્ડિયા શક્ય તેટલા વધુ પોઈન્ટ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, શ્રેણીની પહેલી મેચ માટે એક સ્ટાર ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ ઘરઆંગણે સ્પિનર-ફ્રેન્ડલી પિચોને ધ્યાનમાં રાખીને મજબૂત પ્લેઈંગ ઈલેવન મેદાનમાં ઉતારવા માંગશે. જોકે, ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને તક મળે તેવી શક્યતા ઓછી લાગે છે.

કુલદીપે ભારતની એશિયા કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કુલદીપે 2025 એશિયા કપમાં 17 વિકેટ લીધી હોવા છતાં, આ શ્રેણીની શરૂઆતની મેચ માટે તેની પસંદગી અશક્ય લાગે છે.

ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી બેટિંગમાં ડેપ્થ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ટીમ ઓલરાઉન્ડરો પર વધુ આધાર રાખે છે. જેથી રવિન્દ્ર જાડેજા, જે વાઈસ-કેપ્ટન પણ છે, તે ટીમની પહેલી પસંદગી છે.

વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલને પણ સ્પિન ઓલરાઉન્ડર તરીકે સામેલ કરી શકાય છે. બંને બેટિંગ અને બોલિંગ બંનેમાં મજબુત પ્રદર્શન કરે છે અને જરૂરી સમયે બેટિંગથી ટીમને જીતાડી પણ શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ ધરાવતો બોલર જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફરે તેવી શક્યતા છે. મોહમ્મદ સિરાજ તેને ફાસ્ટ બોલિંગમાં સાથ આપતો જોવા મળી શકે છે. અન્ય કોઈ ઝડપી બોલરને તક મળે તેવી શક્યતા ઓછી છે.

પ્રથમ ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ. (All Photo Credit: PTI / GETTY)
એશિયા કપ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર કુલદીપ યાદવને ટેસ્ટ સિરીઝમાં તક મળશે? કુલદીપ યાદવ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
