
ઋતુરાજ ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે. તેમના પિતા દશરથ ગાયકવાડ છે. જેઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના કર્મચારી હતા. તેની માતા સવિતા ગાયકવાડ શિક્ષિકા હતી. ઋતુરાજ ગાયકવાડે 3 જૂન 2023 ના રોજ મહાબળેશ્વર ખાતે તેની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટનશીપમાં મોટો ફેરફાર કર્યો હતો, ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપી છે.
2019માં સીએસકેની ટીમમાં ઋતુરાજ ગાયકવાડે ડેબ્યુ કર્યું હતુ. ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 53 મેચ રમી છે. જેમાં કુલ 1812 રન બનાવ્યા છે. જેમાં 162 ચોગ્ગા અને 73 સિક્સ ફટકારી ચૂક્યો છે.
આઈપીએલ 2023માં ટીમને ખિતાબ જીતાડવામાં યુવા ખેલાડીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. 27 વર્ષના ખેલાડીએ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2017માં ડેબ્યુ ક્યું હતુ. તેમણે એશિયાઈ રમતમાં ટીમને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે 6 વનડે મેચમાં 115 રન બનાવ્યા છે.
IPL 2025 CSK vs MI ની પહેલી મેચમાં ચેન્નાઈની જીત, પણ થઈ ગઈ એક મોટી ભૂલ ! જાણો રોમાંચક મેચના 3 સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ
IPL 2025 ની ત્રીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે હરાવ્યું. નૂર અહેમદના 4 વિકેટ અને ખલીલ અહેમદના 3 વિકેટના પ્રદર્શનથી ચેન્નાઈનો બોલિંગ વિભાગ ચમક્યો.
- Sagar Solanki
- Updated on: Mar 23, 2025
- 11:39 pm
આ 6 સ્ટાર ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, T20 ચેમ્પિયન કેપ્ટનની પણ અવગણના
ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી કરી છે. જો કે કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ તેમ છતાં તેમને ટીમમાં સ્થાન મળ્યું નથી.
- Smit Chauhan
- Updated on: Jan 11, 2025
- 10:50 pm
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત A ટીમની જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન, ઈશાન કિશનની વાપસી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત A ટીમની જાહેરાત કરી છે. આ ટીમ ઓસ્ટ્રેલિયા A સામે 2 ફર્સ્ટ ક્લાસ મેચ અને સિનિયર ભારતીય ટીમ સામે 3 ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમશે. ઈશાન કિશન આ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Oct 22, 2024
- 3:49 pm
ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળી, હવે આ ટીમે બનાવ્યો કેપ્ટન
ઋતુરાજ ગાયકવાડે ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં શ્રીલંકા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. આનાથી તેના ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. CSK બાદ હવે તેને બીજી ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી છે.
- Smit Chauhan
- Updated on: Jul 29, 2024
- 4:46 pm
શુભમન ગિલ જેવુ નસીબ નથી, ગાયકવાડને શ્રીલંકા પ્રવાસથી બહાર કરતા BCCIના પૂર્વ પસંદગીકાર ભડક્યા
ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ મહિના અંતમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડનાર છે. જ્યાં બંને ટીમો વચ્ચે ટી20 અને વનડે શ્રેણી રમાનારી છે. ભારતીય ટીમની આ માટે જાહેરાત પણ BCCI દ્વારા કરવામાં આવી છે. પરંતુ જ્યારથી ટીમ જાહેર કરવામાં આવી છે, ત્યારથી સવાલો અને ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. BCCIના પૂર્વ પસંદગીકારે પણ બોર્ડ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે.
- Avnish Goswami
- Updated on: Jul 21, 2024
- 5:59 pm
Video : ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને એમએસ ધોનીની નકલ કરવાનું ભારે પડ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024માં ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની પાછળ હટી ગયો અને ઋતુરાજને ટીમની કમાન સોંપી દીધી અને આખી સિઝન દરમિયાન તેને ટ્રેનિંગ આપતો રહ્યો. હવે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં ધોની બનવાના ચક્કરમાં ઋતુરાજે પોતની જ ટીમને હરાવી દીધી હતી.
- Smit Chauhan
- Updated on: Jun 28, 2024
- 5:24 pm
BCCIએ T20 વર્લ્ડ કપ ટીમમાં પોતાના મનપસંદ ખેલાડીઓની પસંદગી કરી, વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનો મોટો આરોપ
T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માની આગેવાનીમાં 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ચાર રિઝર્વ ખેલાડીઓને પણ જગ્યા આપવામાં આવી છે. પરંતુ આ ટીમ પર સવાલો ઉઠવા લાગ્યા છે. 1983 વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંતે BCCI પર ખેલાડીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 2, 2024
- 5:55 pm
IPL 2024: ઋતુરાજ ગાયકવાડે પંજાબ સામે કર્યો ‘ટ્રિપલ બ્લાસ્ટ’, વિરાટ કોહલી પણ પાછળ રહી ગયો
ઋતુરાજ ગાયકવાડે પંજાબ કિંગ્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી. ચેન્નાઈના કેપ્ટને 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ શાનદાર ઈનિંગ દરમિયાન ગાયકવાડે ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો અને બે મોટા રેકોર્ડ પણ બનાવ્યા.
- Smit Chauhan
- Updated on: May 1, 2024
- 10:31 pm
IPL 2024: ઋતુરાજ ગાયકવાડ 10માંથી 9 ટોસ હર્યો, ધોનીએ ટોસ જીતવાની આપી અદ્ભુત સલાહ
IPL 2024માં ભલે ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હોય, પરંતુ ટોસના મામલે તેમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું નસીબ થોડું ખરાબ છે. ગાયકવાડ 10માંથી 9 મેચમાં ટોસ હારી ચૂક્યો છે અને ધોનીએ તેને આ મામલે પોતાનું નસીબ સુધારવા માટે અદ્ભુત સલાહ આપી છે.
- Smit Chauhan
- Updated on: May 1, 2024
- 9:02 pm
IPL 2024ના આ કેપ્ટનોનું T20 વર્લ્ડ કપમાંથી કપાયું પત્તુ , એક ખેલાડીએ તો કર્યા છે 400થી વધુ રન
ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે પરંતુ આઈપીએલ 2024ના 5 ભારતીય કેપ્ટનોને ટીમમાં સ્થાન મળ્યું નથી. જાણો કોને મળ્યું સ્થાન અને ક્યા ખેલાડીઓ બહાર થયા છે.
- Nirupa Duva
- Updated on: May 1, 2024
- 1:09 pm
IPL 2024: ઋતુરાજ ગાયકવાડે SRH વિરુદ્ધ એવું શું કર્યું કે સચિન તેંડુલકર ટ્રોલ થવા લાગ્યો?
ઋતુરાજ ગાયકવાડે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 54 બોલમાં 98 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની ઈનિંગના કારણે ચેન્નાઈને શાનદાર જીત મળી અને ટોપ-4માં વાપસી થઈ. પરંતુ હવે લોકો સચિન તેંડુલકરને તેના એક શોટના કારણે ટ્રોલ કરી રહ્યા છે. ઋતુરાજ ગાયકવાડના આ શોટનું સચિન તેંડુલકર સાથે શું છે કનેક્શન? કેમ લોકો સચિનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે, જાણો આ આર્ટિકલમાં.
- Smit Chauhan
- Updated on: Apr 29, 2024
- 8:44 pm
IPL 2024: CSK vs SRHની મેચમાં ચેન્નાઈએ ખડકી દીધી વિકેટની લાઇન, કાવ્યા મારન થઈ હેરાન, ‘માહી સેના’એ હૈદરાબાદને આ રીતે આપી હાર
CSK vs SRH: ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. તુષાર દેશપાંડેએ 4 વિકેટ લઈને ચેન્નાઈની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Apr 29, 2024
- 12:04 am
IPL 2024: CSK vs SRH વચ્ચેની મેચમાં 20મી ઓવરના બીજા બોલે ચેન્નાઈના કેપ્ટને કરેલી એક ભૂલ જીંદગીભર નહીં ભૂલે
રૂતુરાજ ગાયકવાડઃ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડે 54 બોલમાં સૌથી વધુ 98 રન બનાવ્યા હતા.
- Sagar Solanki
- Updated on: Apr 28, 2024
- 10:35 pm
IPL 2024: જે ધોની-રૈના-જાડેજા ના કરી શક્યા તે ઋતુરાજ ગાયકવાડે કરી બતાવ્યું, બનાવ્યો ખાસ રેકોર્ડ
તમે ઘણા ખેલાડીઓને સુકાનીપદના બોજ હેઠળ વિખેરતા જોયા હશે પરંતુ ઋતુરાજ ગાયકવાડનો વિકાસ થયો. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ચેપોકમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે શાનદાર સદી ફટકારી હતી. ગાયકવાડે માત્ર 56 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડની આ સદી ચેન્નાઈ માટે ખૂબ જ ખાસ છે કારણ કે પ્રથમ વખત આ ટીમના કેપ્ટને સદી ફટકારી છે. આ પહેલા ધોની, રૈના, જાડેજા જેવા ખેલાડીઓ કેપ્ટન તરીકે સદી ફટકારી શક્યા ન હતા, પરંતુ ગાયકવાડે 17 વર્ષની રાહનો અંત આણ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Apr 23, 2024
- 10:53 pm
IPL છોડી CSKનો કેપ્ટન પત્ની સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો, ક્રિકેટર પત્નીએ કરી શાનદાર બોલિંગ, જુઓ વીડિયો
IPL 2024: ઋતુરાજ ગાયકવાડ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેના બેટથી કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. જોકે, આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનને તેની પત્ની ઉત્કર્ષ પવારે પડકાર ફેંક્યો હતો.
- Sagar Solanki
- Updated on: Apr 18, 2024
- 11:55 pm