IND vs NZ : ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવી રેકોર્ડની લાઈન લગાવી દીધી
ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમે તે કરી બતાવ્યું જે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો પણ છેલ્લા 12 વર્ષમાં નથી કરી શકી. કીવી ટીમે ભારત આવીને ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં હરાવીને ઈતિહાસ રચ્યો છે. સાથે જ 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામ સાથે ન્યુઝીલેન્ડે કેટલાક ખાસ રેકોર્ડ બનાવ્યા છે, જ્યારે ટીમ ઈન્ડિયા અને ભારતીય કેપ્ટને પોતાના ખાતામાં અનિચ્છનીય રેકોર્ડ નોંધાવ્યા છે.
Most Read Stories