IND vs ENG : ચોથી ટેસ્ટમાંથી બહાર થશે આ ખેલાડી, ગૌતમ ગંભીર લેશે મોટો નિર્ણય
લોર્ડ્સ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને 22 રનથી મેચ ગુમાવવી પડી હતી. આ સાથે, ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. ત્રણેય મેચમાં તક મળી હોવા છતાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહેલા ખેલાડીને હવે ટીમની બહાર કરશે કોચ ગૌતમ ગંભીર.

8 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરનારા કરુણ નાયર વિશે મોટા દાવા કરવામાં આવ્યા હતા. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રીજા નંબરે બેટિંગ માટે મોકલીને મોટો જુગાર રમ્યો હતો, પરંતુ તેમનો જુગાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો.

કરુણ નાયર છેલ્લી 6 ઈનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યા નથી. લોર્ડ્સ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં તેમની પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ ક્રીઝ પર થોડો સમય બેટિંગ કર્યા પછી તે ખોટો શોટ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે ટીમ ઈન્ડિયામાં તેની વાપસી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

કરુણ નાયરને ટીમમાંથી બહાર કરીને સાઈ સુદર્શનને ટીમમાં સામેલ કરવાની માંગ પણ થઈ રહી છે, પરંતુ આમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ગૌતમ ગંભીર ચોથી ટેસ્ટ મેચમાં કરુણ નાયરને ટીમની બહાર કરશે?

કરુણ નાયરને આ ટેસ્ટ શ્રેણીમાં વધુ તકો આપવામાં આવી હતી, પરંતુ તેણે નિરાશ કર્યા છે. કરુણ નાયરે ત્રણ ટેસ્ટ મેચની 6 ઈનિંગ્સમાં 21.83ની સરેરાશથી ફક્ત 131 રન બનાવ્યા છે. આમાં તેનો સર્વોચ્ચ સ્કોર 40 રન છે.

ટીમ મેનેજમેન્ટ ચોથી મેચમાં કરુણ નાયરની જગ્યાએ સાઈ સુદર્શન અથવા અભિમન્યુ ઈશ્વરનમાંથી કોઈ એકને તક આપી શકે છે. (All Photo Credit : PTI / GETTY)
લોર્ડ્સમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે ચોથી ટેસ્ટમાં જીત મેળવી સીરિઝમાં 2-2ની બરાબરી કરવા પર છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
