IND vs ENG : 90 છગ્ગા, 602 રન… શુભમન ગિલ અને રિષભ પંત લોર્ડ્સમાં તોડશે આ મોટા રેકોર્ડ !
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં પહેલી બે ટેસ્ટ બાદ શ્રેણી 1-1ની બરાબરી પર છે, એવામાં લોર્ડસમાં રમાનારી ત્રીજી ટેસ્ટ વધુ રોમાંચક બની ગઈ છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને વાઈસ કેપ્ટન શાનદાર ફોર્મમાં છે અને હવે લોર્ડસમાં તેમની પાસે મોટો રેકોર્ડ બનાવવાની શાનદાર તક છે.

ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન પછી લોર્ડ્સમાં જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ લોર્ડસમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ અને વાઈસ કેપ્ટન રિષભ પંત પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક છે.

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં એક સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે. રાહુલ દ્રવિડે ઈંગ્લેન્ડમાં એક શ્રેણીમાં સૌથી વધુ 602 રન બનાવ્યા હતા અને શુભમન દ્રવિડના આ રેકોર્ડને તોડવાથી માત્ર 17 રન દૂર છે.

ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન રિષભ પંત ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બનવાથી માત્ર 5 સિક્સર દૂર છે.

ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે પંત 86 છગ્ગા સાથે હાલમાં ત્રીજા ક્રમે છે. રોહિત શર્મા 88 છગ્ગા સાથે બીજા સ્થાને છે જ્યારે વીરેન્દ્ર સેહવાગ 90 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે.

શુભમન ગિલ પાસે લોર્ડ્સમાં ટેસ્ટ જીતનાર ચોથો ભારતીય કેપ્ટન બનવાની તક પણ છે. તેના પહેલા કપિલ દેવ, એમએસ ધોની અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી છે. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
