ICC Test Rankings : યશસ્વી જયસ્વાલ નંબર-1 ભારતીય બેટ્સમેન, શુભમન ગિલને થયું મોટું નુકસાન
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વિસ્ફોટક બેટિંગ કરી હતી અને ટીમ ઈન્ડિયા માટે પાંચ ટેસ્ટ મેચમાં 400થી વધુ રન બનાવ્યા હતા. હવે તેણે ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. તેણે ટોપ-5 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોરદાર બેટિંગ કરી અને શ્રેણીમાં 400 થી વધુ રન બનાવ્યા. જેનાથી યશસ્વીને ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. જ્યારે શુભમન ગિલને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 754 રન બનાવવા છતાં રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે.

જયસ્વાલ ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. તે ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો નંબર 1 બેટ્સમેન છે. જ્યારે ગિલને રેન્કિંગમાં ચાર સ્થાનનું નુકસાન થયું છે અને તે ટોપ-10 માંથી બહાર થઈ ગયો છે. ગિલ લેટેસ્ટ રેન્કિંગમાં 13 માં સ્થાને છે.

યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 5 મેચમાં 41.10ની સરેરાશથી 411 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. તેનો શ્રેષ્ઠ સ્કોર 118 રન હતો.

યશસ્વી જયસ્વાલ અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 24 ટેસ્ટ મેચમાં 50.20ની સરેરાશથી 2209 રન બનાવી ચૂક્યો છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 214 રન છે. જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં છ સદી, બે બેવડી સદી અને 12 અડધી સદી ફટકારી છે.

ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને એક સ્થાનનો ફાયદો થયો છે અને હવે લેટસ્ટે ICC રેન્કિંગમાં આઠમા સ્થાને પહોંચી ગયો છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ પહેલા તે નવમા સ્થાને હતો.

ઈંગ્લેન્ડનો જો રૂટ ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડનો હેરી બ્રુક બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન ત્રીજા સ્થાને જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ચોથા સ્થાને છે. (All Photo Credit : PTI / GETTY)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વીએ કમાલ બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
