હાર્દિક પંડ્યા-જાસ્મીન વાલિયાનું બ્રેકઅપ? એક વર્ષમાં જ અલગ થયાની થઈ રહી છે ચર્ચા
Hardik Pandya-Jasmin Walia break up rumours : હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયા વચ્ચે બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં બંન્ને વચ્ચે બ્રેકઅપને લઈ ચર્ચા થઈ રહ્યા છે, બંન્નેમાંથી કોઈએ સત્તાવર નિવેદન આપ્યું નથી. માત્ર અટકળો ચાલી રહી છે

નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા પછી, ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિટિશ-ભારતીય ગાયિકા જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું હતું.

હાર્દિક પંડ્યા અને જેસ્મીન વાલિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે.આને લઈ હાલમાં કોઈ અધિકારિક ચર્ચા સામે આવી નથી. એટલે કે જે કંઈ છે તે ફક્ત અટકળો છે. અને, અટકળો શરૂ થઈ ગઈ છે કારણ કે ફક્ત એક જ વર્ષમાં, બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સમાંથી એકબીજાનું નામ ડિલીટ કરી દીધું છે.

સરળ શબ્દોમાં કહીએ તો, હાર્દિક અને જાસ્મિનએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે, બંન્ને એકબીજાને ફોલો કરતા નથી પરંતુ ફોટો ક્યારેય ખોટું બોલતો નથી.

હાર્દિક પંડ્યા અને જાસ્મીન વચ્ચે અફેરની ચર્ચા લગભગ છેલ્લા એક વર્ષથી ચાલી રહી હતી. બંન્ને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા છે. ત્યારથી બંન્ને વચ્ચે બ્રેકઅપ થયું છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ સવાલનો જવાબ હાર્દિક કે જાસ્મીન બંન્નેમાંથી હજુ કોઈએ આપ્યો નથી.

હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયા વચ્ચેના પ્રેમ સંબંધ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંને એક જ જગ્યાએ અલગ અલગ ફોટોમાં જોવા મળ્યા. આ સ્થળ ગ્રીસ હતું. એવું માનવામાં આવતું હતું કે પંડ્યા અને જાસ્મીન ત્યાં રજાઓ ગાળવા ગયા હતા

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારતીય ક્રિકેટનું મોટું નામ છે. જાસ્મીન વાલિયા આઈપીએલ દરમિયાન પણ જોવા મળી હતી.

જાસ્મીન વાલિયા વ્યવસાયે બ્રિટિશ ગાયિકા અને મોડેલ છે. તેનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો. પરંતુ તેના માતાપિતા ભારતીય છે. જોકે, તે નોકરી માટે ઇંગ્લેન્ડ ગઈ અને ત્યાં જ સ્થાયી થઈ.
શેરીએ શેરીએ છે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનના ચાહકો, એક દિકરાનો પિતા છે હાર્દિક પંડ્યા અહી ક્લિક કરો
