Virat Kohli Birthday : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યા પછી આ 22 મામલે વિરાટ કોહલી છે નંબર 1
વિરાટ કોહલી 5 નવેમ્બર, 2025 ના રોજ 37 વર્ષનો થયો. ઓગસ્ટ 2008 માં વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત થઈ. તે સમયે કોહલી ફક્ત 20 વર્ષનો હતો. પરંતુ હવે 37 વર્ષની ઉંમરે તે વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન છે. ડેબ્યુ પછીથી કોહલીના 22 રેકોર્ડ તેની પ્રસિદ્ધિમાં ચાર ચાંદ લગાવે છે. તેના 37મા જન્મદિવસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી તેના દ્વારા બનાવેલા 22 રેકોર્ડ્સ વિશે જાણીએ.

કોહલીએ તેના ડેબ્યુ પછી સૌથી વધુ રન 27263 રન બનાવ્યા છે. કોહલીએ સૌથી વધુ 82 સદી, સૌથી વધુ 7 બેવડી સદી અને સૌથી વધુ 144 અડધી સદી ફટકારી છે.

વિરાટ કોહલીએ ટીમની જીતમાં સૌથી વધુ 18172 રન બનાવ્યા છે અને સૌથી વધુ 58 પણ સદી ફટકારી છે.

કોહલીએ કુલ 3034 બાઉન્ડ્રી ફટકારી છે. કોહલીએ સૌથી વધુ વખત 69 વખત પ્લેયર ઓફ ધ મેચ અને 21 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે.

કોહલીએ ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ 3954 રન, સૌથી વધુ 39 વખત પચાસથી વધુ સ્કોર, સૌથી વધુ 15 વખત પ્લેયર ઓફ ધ મેચ અને સૌથી વધુ 3 વખત પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યો છે.

ICC ટુર્નામેન્ટમાં કોહલીના નામે સૌથી વધુ 10 એવોર્ડ, ફાઈનલમાં સૌથી વધુ 411 રન, સેમિફાઈનલમાં સૌથી વધુ 586 રન અને સૌથી વધુ 7 વાર પચાસથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

કેપ્ટન તરીકે કોહલી સૌથી વધુ 12883 રન, સૌથી વધુ 41 સદી, સૌથી વધુ 7 બેવડી સદી, સૌથી વધુ 27 પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, સૌથી વધુ 12 પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર ખેલાડી છે. (All Photo Credit : PTI / GETTY)
ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્લ્ડ ક્રિકેટનો સૌથી હીટ એન્ડ ફીટ ક્રિકેટર છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
