IPL Trading Window: IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા નથી નંબર 1
IPL 2026 મીની ઓક્શન પહેલા સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાનો ટ્રેડ હેડલાઈન્સમાં છે. બે ભૂતપૂર્વ IPL ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ ડીલ IPL ઈતિહાસની સૌથી મોંઘા ટ્રેડ ડીલ હોઈ શકે છે. બંનેની કિંમત 18 કરોડ રૂપિયા છે. જોકે, આ પહેલા પણ મોંઘી ટ્રેડ ડીલ થઈ છે. જાણો IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલ કયા છે?

IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલમાં પહેલું નામ ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીનનું છે. કેમેરોન ગ્રીનને IPL 2023 ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ₹17.5 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો, અને IPL 2024 પહેલા ગ્રીનનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹17.5 કરોડમાં ટ્રેડ કર્યો હતો.

IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ટ્રેડ હાર્દિક પંડ્યાનો થયો છે. ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ₹15 કરોડમાં આ ડીલ કરી હતી અને MI એ ગ્રીનનો ટ્રેડ કર્યો હતો. આ સૌથી ચર્ચાસ્પદ ટ્રેડ ડીલ પણ હતી.

ત્રીજા નંબરે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર છે, જે ઘણી ટીમોમાં રહી ચૂક્યો છે. આ અનુભવી ભારતીય ઓલરાઉન્ડરને IPL 2023 સિઝન માટે દિલ્હી કેપિટલ્સ દ્વારા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો. આ ટ્રેડની રકમ ₹10.75 કરોડ હતી.

આ યાદીમાં ચોથું નામ ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બોલર લોકી ફર્ગ્યુસનનું છે. IPL 2023 પહેલા તેનો પણ ટ્રેડ થયો હતો. ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલા ફર્ગ્યુસનને પણ કોલકાતા નાઈટ રાઈડર્સે ₹10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

યુવા ભારતીય ઝડપી બોલર અવેશ ખાન પણ આ યાદીનો ભાગ છે. તેને 2024 IPL સિઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સે ખરીદ્યો હતો. અવેશ ખાનની કિંમત ₹10 કરોડ રૂપિયા હતી. (PC : PTI / X)
IPL 2026 મીની ઓક્શન પહેલા ટ્રેડ ડીલને લઈ ખુબ ચર્ચા થઈ રહી છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
