ભારતને અન્ડર 19 વર્લ્ડ કપ જીતાડનાર બે કેપ્ટનને ટીમ ઈન્ડિયામાં ના મળ્યું સ્થાન, જાણો કોણ રહ્યું સૌથી સફળ?

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતની ટીમ સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ભારત અન્ડર-19 વર્લ્ડ કપ જીતવાનું પ્રબલ દાવેદાર છે. આ વર્ષે ભારતને ચેમ્પિયન બનાવવાની જવાબદારી કેપ્ટન ઉદય સહારન પર છે. આ ટુર્નામેન્ટ બાદ અનેક ખેલાડીઓ માટે નેશનલ ટીમના દરવાજા ખૂલી જાય છે. ખાસ કરીને કપ્તાનને તક મળવાના અને સફળ થવાના ચાન્સ વધુ હોય છે. જોકે ભારતને અન્ડર-19 વર્લ્ડ કપ જીતાડનાર પાંચ કેપ્ટનોમાંથી બે એવા કેપ્ટન છે જેમને ટીમ ઈન્ડિયામાં તક જ નથી મળી.

| Updated on: Jan 30, 2024 | 1:07 PM
ભારતે અત્યારસુધી સૌથી વધુ પાંચ વાર અન્ડર 19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. વર્ષ 2000માં મોહમ્મદ કૈફની કપ્તાનીમાં ભારતે પ્રથમ વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. જે બાદ મોહમ્મદ કૈફનું ટીમ ઈન્ડિયામાં સિલેક્શન થયું હતું. કૈફે ભારત તરફથી 125 વનડે અને 13 ટેસ્ટ મેચ રમી હતી અને બંને ફોર્મેટમાં તેણે સદી પણ ફટકારી હતી. કૈફ 2003માં વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચનાર ટીમમાં સામેલ હતો. કૈફ કેટલીક યાદગાર સિરીઝ અને ટુર્નામેન્ટ જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.

1 / 5
વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે બીજી વખત 2008માં અન્ડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જે બાદ કોહલીને ભારતની નેશનલ ટીમમાં સ્થાન મળ્યું હતું. કોહલીએ ત્યારથી લઈ અત્યારસુધીમાં અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. તે વર્તમાન સમયનો વિશ્વનો સૌથી બેસ્ટ બેસ્ટમેન છે. કોહલી વનડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં પણ સામેલ હતો. વિરાટ કોહલી અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર કપ્તાનોમાંથી સૌથી સફળ ખેલાડી છે.

2 / 5
ભારતે 2012માં ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં ત્રીજી વખત અન્ડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જોકે ત્યારબાદ ઉન્મુક્ત ચંદને નેશનલ ટીમમાં રમવાનો ક્યારેય મોકો જ ના મળ્યો. તે IPL અને ઘરેલુ ક્રિકેટમાં રમ્યો, પરંતુ ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવી શક્યો. ઉન્મુક્ત હાલ અમેરિકામાં રહે છે ત્યાંની ટીમ તરફથી ક્રિકેટ રમે છે. ઉન્મુક્ત ચંદ ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવી શકનાર પહેલો અન્ડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન છે.

3 / 5
2018માં પૃથ્વી શોની કેપ્ટન્સીમાં ભારતે ચોથી વાર અન્ડર-19 વર્લ્ડ કપનો જીત્યો હતો. ત્યારબાદ પૃથ્વીને ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં સ્થાન મળ્યું હતું. પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને હાલના સમયમાં ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. પૃથ્વી શો IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

4 / 5
ભારતે રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ વર્ષ 2022માં યશ ધુલની કેપ્ટન્સીમાં જીત્યો હતો. જોકે ત્યારબાદથી અત્યારસુધી યશ ધુલ ભારતની નેશનલ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. યશ હજી 20 વર્ષનો છે અને તેની પાસે હજી ઘણો સમય છે. જેથી તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવશે. પરંતુ હાલમાં તે બીજો અન્ડર 19 ચેમ્પિયન કેપ્ટન છે જે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો નથી.

5 / 5
Follow Us:
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

g clip-path="url(#clip0_868_265)">