6 ટેસ્ટમાં 6 સદી ફટકાર્યા બાદ પણ સચિન તેંડુલકરનો રેકોર્ડ ન તોડી શક્યો આ સ્ટાર ખેલાડી

કેન વિલિયમસને ફરી સદી ફટકારી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 109 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે પ્રથમ દાવમાં 118 રન બનાવ્યા હતા. આ બે સદી સાથે ટેસ્ટમાં તેની સદીઓની સંખ્યા વધીને 31 થઈ ગઈ છે. જોકે, તે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી શક્યો નહોતો.

| Updated on: Feb 06, 2024 | 9:06 PM
દક્ષિણ આફ્રિકા સામેની બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને કેન વિલિયમસને પોતાના શાનદાર ફોર્મમાં આવવાના સંકેત આપ્યા છે. તેના માટે, છેલ્લા કેટલાક મહિનાઓ ઈજામાંથી બહાર આવવામાં વિત્યા હતા. પરંતુ હવે તે મેદાનમાં જોરદાર વાપસી કરી ચૂક્યો છે. કેન વિલિયમસને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બીજી ઈનિંગમાં 109 રન બનાવ્યા હતા.

1 / 5
આ પહેલા પ્રથમ દાવમાં કેન વિલિયમસને 289 બોલમાં 118 રન બનાવ્યા હતા. આ સાથે કેન વિલિયમસન ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો પાંચમો બેટ્સમેન બની ગયો છે.

2 / 5
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ઈનિંગમાં કેન વિલિયમસને 132 બોલનો સામનો કરીને 109 રન બનાવ્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની 31મી સદી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં આ તેની પાંચમી સદી હતી. આ સિવાય કેને ન્યુઝીલેન્ડની ધરતી પર આ વિલિયમસનની 18મી સદી પણ હતી.

3 / 5
જોકે કેન વિલિયમસન ટેસ્ટમાં સૌથી ઝડપી 31 સદી ફટકારવાનો  મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો હતો. સચિને 165 ઈનિંગ્સમાં 31મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. જ્યારે વિલિયમસને 170મી ટેસ્ટ ઈનિંગમાં આ કમાલ કર્યો છે. જોકે તેણે સ્ટીવ સ્મિથની બરાબરી કરી હતી. સ્મિથે પણ 170મી ઈનિંગમાં જ 31મી સદી ફટકારી હતી.

4 / 5
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ઈનિંગમાં કેન વિલિયમસનની સદી છેલ્લી 6 ટેસ્ટમાં તેણે ફટકારેલી છઠ્ઠી સદી છે. તેણે પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે ન્યુઝીલેન્ડમાં આ 6 સદીઓમાંથી પાંચ સદી ફટકારી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">