AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભક્તોને ભગવાન જગન્નાથજીએ સોનાવેશમાં દર્શન આપ્યા, જુઓ Video

Breaking News : ભક્તોને ભગવાન જગન્નાથજીએ સોનાવેશમાં દર્શન આપ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2026 | 2:31 PM
Share

અમદાવાદમાં આજે જગતના નાથના સોનાવેશમાં દર્શન થયા હતા. તમને જણાવી દઈએ કે, વર્ષમાં એકવાર ભગવાન સોનાના અલંકારો ધારણ કરે છે.ભક્તોને ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શનનો લાભ મળ્યો હતો. રથયાત્રાની આગેવાની કરનાર ગજરાજોનું કરવામાં પૂજન કરવામાં આવ્યું હતુ.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ભક્તોને ભગવાન જગન્નાથજીએ સોનાવેશમાં દર્શન આપ્યા હતા. આજે જગતના નાથના સોનાવેશમાં દર્શન થયા હતા. વર્ષમાં એકવાર ભગવાન સોનાના અલંકારો ધારણ કરે છે. ભક્તોને ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શનનો લાભ મળ્યો હતો.મંદિરના પ્રાંગણમાં ત્રણેય ઐતિહાસિક રથોની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે.તેમજ ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન કરવામાં આવ્યું હતુ.

ગજરાજોનું પૂજન કરાયું

રથયાત્રાની આગેવાની કરનાર ગજરાજોનું પૂજન કરવામાં આવ્યું હતુ. આજે ગણપતિ સ્વરૂપ ગજરાજનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતુ.ગજરાજોને મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા.પૂજન પૂર્વે હાથીખાનામાં ગજરાજનો ભવ્ય શણગાર શરુ થયો હતો.તમામ મહાવતો દ્વારા પરંપરાગત રીતે શૃંગાર કરવામાં આવ્યો હતો.રંગબેરંગી શણગારથી ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ચંદન-કંકુ અને આભૂષણોથી ગજરાજને સજ્જ કરાયો હતો.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજ અગ્રેસર રહેશે. ગજરાજના દર્શન માટે હાથીખાનામાં ભક્તોની ભીડ ઉમટી હતી.રથયાત્રા શાંતિપૂર્ણ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.હાથીખાનામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.149મી રથયાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આવતીકાલે ભવ્ય ઠાઠમાઠ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.

છૂટાછવાયા વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે રાજ્યના હવામાનમાં પલટો આવવાની પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 15 જુલાઈએ હવામાનમાં પલટો આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને 20 જુલાઈ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે જ તેમણે રથયાત્રાના દિવસે પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 

 

ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">