Breaking News: બાપુએ માત્ર 12 બોલમાં જ અંગ્રેજોની હાલત ઢીલી કરી, આખી ઇંગ્લિશ ટીમ અક્ષર સામે નમી પડી
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં અક્ષર પટેલે પોતાની સ્પિન બોલિંગથી નવો ઇતિહાસ રચી દીધો છે. ડેથ ઓવર્સમાં અક્ષરના એવો જાદુઈ સ્પેલ જોવા મળ્યો કે, તેણે માત્ર 12 બોલની અંદર ઇંગ્લેન્ડની 4 વિકેટ ઝડપી લીધી. આ તરખાટ સાથે જ અક્ષર પટેલે વન-ડે ક્રિકેટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલે પોતાની જાદુઈ બોલિંગથી તરખાટ મચાવી દીધો. મેચમાં એક સમયે લિયામ ડોસન અને જો રૂટની ભાગીદારીથી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહેલી ઇંગ્લેન્ડની ટીમને અક્ષર પટેલે પોતાના એક જ સ્પેલમાં સંપૂર્ણપણે વેરવિખેર કરી દીધી.

અક્ષર પટેલ પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી સૌથી સફળ બોલર સાબિત થયો. તેણે પોતાના 9.5 ઓવરના કોટામાં 62 રન જરૂર આપ્યા પરંતુ ઇંગ્લેન્ડના 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

અક્ષર પટેલની બોલિંગનો અસલી રોમાંચ મેચની છેલ્લી ઓવરોમાં જોવા મળ્યો. ખાસ વાત એ છે કે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી, ત્યારે અક્ષરે પોતાની ઓવરોમાં એવો કહેર વર્તાવ્યો કે, ઇંગ્લિશ ટીમના છેલ્લા ચાર બેટ્સમેનો તેની સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા.

અક્ષરે લિયામ ડોસન, જોફ્રા આર્ચર, જોશ ટંગ અને આદિલ રશીદને પોતાના શિકાર બનાવ્યા. સૌથી હેરાન કરનારી વાત એ રહી કે, અક્ષર પટેલે આ ચારેય વિકેટો માત્ર 12 બોલના અંતરાલમાં ઝડપી લીધી, જેણે ઇંગ્લેન્ડની ઇનિંગ્સને 258 રન પર રોકી દીધી.

આ સાથે જ અક્ષર પટેલ વનડે ક્રિકેટના ઇતિહાસમાં 41 થી 50 ઓવરની વચ્ચે 4 વિકેટ ઝડપનારો ભારતનો બીજો સ્પિનર બની ગયો છે. તેના પહેલા આ પરાક્રમ 13 વર્ષ પહેલા વર્ષ 2013માં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કર્યું હતું. જાડેજાએ વર્ષ 2013માં પોર્ટ ઓફ સ્પેનમાં શ્રીલંકા સામે છેલ્લી ઓવરોમાં 4 વિકેટ ઝડપી હતી.
Breaking News: 968 દિવસ બાદ વન-ડે રમવા ઉતર્યો અને એકસાથે ‘2 મોટા રેકોર્ડ’ તોડી નાખ્યા
