Breaking News : મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને ‘રાહત’… સોનું ₹700 સસ્તું થયું, તો ચાંદીના ભાવમાં ₹8,900 નો મોટો કડાકો બોલાયો
ઘરેલું બજારમાં ઓછી માંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે 14 July ના રોજ સોનાના ભાવમાં રૂ. 700 અને ચાંદીના ભાવમાં રૂ. 8,900 નો મોટો કડાકો બોલાયો છે.

મંગળવારે 14 July ના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાની કિંમત 700 રૂપિયા ઘટીને 1.46 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ અને ચાંદીની કિંમત 8,900 રૂપિયા ગગડી ગઈ, કારણ કે સ્થાનિક સર્રાફા બજારમાં માંગ ઓછી હતી. 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત સોમવારના 1,47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના બંધ સ્તરથી 700 રૂપિયા ઘટીને 1,46,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ.

ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો આવ્યો અને તે 8,900 રૂપિયા ગગડીને 2,26,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ. આ પહેલાના સત્રમાં ચાંદીની કિંમત 2,35,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. વેપારીઓએ જણાવ્યું કે, વિદેશી બજારોમાં કિંમતો મજબૂત હોવા છતાં જ્વેલર્સ અને ઔદ્યોગિક ખરીદદારો તરફથી ઓછી માંગના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ રહ્યું. ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડની કિંમત થોડી વધીને 4,020.13 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ અને ચાંદીની કિંમત લગભગ 1 ટકા વધીને 58.06 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ.

HDFC સિક્યોરિટીઝમાં કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, ‘સોના-ચાંદીની કિંમતોમાં સોમવારના ભારે ઘટાડા બાદ રિકવરીનો પ્રયાસ થયો પરંતુ ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો, મોંઘવારીને લઈને ફરીથી ચિંતા અને એવી આશા વચ્ચે કે, ફેડરલ રિઝર્વ કડક મોનેટરી પોલિસીનું વલણ જાળવી રાખી શકે છે.’

મંગળવારે વાયદા બજારમાં સોનાની કિંમતો 1,303 રૂપિયા વધીને 1,41,612 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ, કારણ કે મજબૂત સ્પોટ ડિમાન્ડના કારણે સટ્ટાખોરોએ નવી પોઝિશન બનાવી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓગસ્ટ ડિલિવરી માટે સોનાના કોન્ટ્રેક્ટ્સ 1,095 લોટના વેપારમાં 1,303 રૂપિયા અથવા 0.93 ટકા વધીને 1,41,612 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયા.

વિશ્લેષકોનું કહેવું છે કે, માર્કેટમાં ભાગ લેનારાઓ દ્વારા નવી પોઝિશન બનાવવાથી કિંમતી ધાતુની કિંમતોમાં વધારો થયો. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં ગોલ્ડ ફ્યુચર્સ 0.70 ટકા વધીને 4,030.57 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું.
લોકરમાં પડેલું સોનું હવે બનશે કમાણીનું સાધન ! સરકાર કરી રહી મોટી તૈયારી, જાણો શું છે યોજના?
