AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડ ફિલ્મમાં કર્યું કામ, પછી આતંકના રસ્તે ચાલ્યો આ એક્ટર, શ્રીનગરમાં થયેલા એન્કાઉન્ટરમાં થયો ઢેર

બોલિવૂડ ગ્લેમર વર્લ્ડમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને હચમચાવી દીધા છે. શાહિદ કપૂરની સુપરહિટ ફિલ્મ 'હૈદર' માં કામ કરી ચૂકેલો એક કલાકાર અચાનક આતંકવાદના રસ્તે ફંટાઈ ગયો હતો. લશ્કર-એ-તૈયબા જેવા ખતરનાક આતંકી સંગઠનમાં જોડાયા બાદ જમ્મુ-કાશ્મીરના એક એન્કાઉન્ટરમાં તેનું મોત નીપજ્યું હતું

| Updated on: Jul 14, 2026 | 10:00 PM
Share
અવારનવાર તમે જોયું કે સાંભળ્યું હશે કે બોલિવૂડમાં કામ કરતા ઘણા કલાકારોને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં અપેક્ષા મુજબની તકો નથી મળતી, ત્યારે તેઓ ધીમે-ધીમે ફિલ્મી દુનિયાથી દૂર થઈ જાય છે. કોઈ પોતાનો બિઝનેસ શરૂ કરી લે છે, તો કોઈ અન્ય નોકરી કે વ્યવસાય પસંદ કરી લે છે. પરંતુ એક એવો કિસ્સો પણ સામે આવ્યો, જેણે બધાને ચોંકાવી દીધા. એક શખ્સ, જેણે શાહિદ કપૂરની ફિલ્મ ‘હૈદર’ માં કામ કર્યું હતું, તે પાછળથી એવા રસ્તે ચાલ્યો ગયો જેણે તેની જિંદગી સંપૂર્ણપણે બદલી નાખી. આ શખ્સ હતો સાકિબ બિલાલ શેખ.

1 / 6
વર્ષ 2014માં રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ ‘હૈદર’ માં ટીનએજર સાકિબ બિલાલ શેખ જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મ પછી તે કોઈ મૂવીમાં દેખાયો નહીં, કારણ કે તે આતંકના રસ્તે ચાલી નીકળ્યો હતો. વર્ષ 2018માં સાકિબનું જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં મોત થયું હતું. અહેવાલો અનુસાર, તે આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયો હતો.

2 / 6
હૈદરમાં હતો નાનો રોલ:  રિપોર્ટ્સ અનુસાર, સાકિબ બિલાલ શેખે વર્ષ 2014માં રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજના ડાયરેક્શનવાળી ફિલ્મ ‘હૈદર’ માં એક નાનો કિરાદાર ભજવ્યો હતો. આ ફિલ્મ પછી તે લાઈમલાઈટથી દૂર થઈ ગયો. આ પછી તેના વિશે વધુ માહિતી સામે આવી નહોતી, પરંતુ થોડા વર્ષો બાદ તેનું નામ સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં સામે આવ્યું. એવું કહેવાય છે કે સાકિબ બાદમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાઈ ગયો હતો.

3 / 6
એન્કાઉન્ટરમાં સાકિબનું મોત:  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિસેમ્બર 2018માં શ્રીનગરના બહારના વિસ્તાર મુજગુંડમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાં સાકિબ બિલાલ શેખ પણ સામેલ હતો. તે તે જ વર્ષે ઓગસ્ટમાં પોતાના 14 વર્ષના મિત્ર મુદસ્સિર રશીદ પારે સાથે ઘરથી ગુમ થઈ ગયો હતો. મુદસ્સિર પણ આ અથડામણમાં માર્યો ગયો હતો. આ ઘટના પછી તેનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું અને લોકોને યાદ આવ્યું કે તે ક્યારેક બોલિવૂડ ફિલ્મ ‘હૈદર’ નો ભાગ રહી ચૂક્યો હતો.

4 / 6
15 સેકન્ડનો હતો રોલ: અહેવાલોનું માનીએ તો, 31 ઓગસ્ટે સાકિબની માતાએ તેને નજીકના બજારમાંથી મીટ (માંસ) લાવવા માટે કહ્યું હતું, પરંતુ તે ઘરે પાછો ફર્યો નહીં. બાદમાં તેના પરિવારને ખબર પડી કે તે એક આતંકી સંગઠનમાં જોડાઈ ગયો છે. હથિયાર ઉપાડતા પહેલા સાકિબ શાહિદની ‘હૈદર’ માં પણ દેખાયો હતો, જેમાં તેનો રોલ માત્ર 15 સેકન્ડનો હતો. સાકિબ બિલાલ શેખ ‘હૈદર’ માં અમર સિંહ કોલેજના એક સીનમાં દેખાયો હતો, જેમાં બોમ્બ બ્લાસ્ટ થાય છે અને માત્ર તેનું પાત્ર જ જીવતું બચે છે.

5 / 6
થિયેટર આર્ટિસ્ટ પણ રહી ચૂક્યો હતો સાકિબ: ‘હૈદર’ માં એક્ટિંગ ઉપરાંત સાકિબ એક થિયેટર આર્ટિસ્ટ પણ હતો અને તેણે ઘણા સ્થાનિક સ્ટેજ પ્રોડક્શન્સમાં ભાગ લીધો હતો. તેના કાકા એજાજના જણાવ્યા અનુસાર, તેનું એક નાટક શ્રીનગર અને ઓડિશામાં પણ ભજવવામાં આવ્યું હતું અને તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. પરિવારનું કહેવું હતું કે તેમને બિલકુલ અંદાજો નહોતો કે સાકિબે આતંકી સંગઠનમાં જોડાવાનો નિર્ણય કેમ કર્યો.

6 / 6

‘મન્નત’ માં ચાલુ રહેશે કન્સ્ટ્રક્શનનું કામ, સુપ્રીમ કોર્ટ તરફથી શાહરૂખ ખાનને મળી બહુ મોટી રાહત

Follow Us
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video

g clip-path="url(#clip0_868_265)">