AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : લગ્ન કરવા માટે યુવક થયો ‘હરખપદુડો’! ચાર રસ્તે કર્યું એવું કામ કે, આખા શહેરમાં શરૂ થઈ ગઈ તેની ‘ચર્ચા’

સોશિયલ મીડિયા પર અવારનવાર અજીબોગરીબ અને રસપ્રદ વીડિયો વાયરલ થતા રહે છે. આવો જ એક હેરાન કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયો છે, જ્યાં એક યુવકે લગ્ન માટે છોકરી શોધવા એક અનોખો રસ્તો અપનાવ્યો છે. નવાઈની વાત એ છે કે, યુવકે અપનાવેલો આ અનોખો રસ્તો જોઈને દરેક વ્યક્તિ ચોંકી ગઈ છે.

Trending Video : લગ્ન કરવા માટે યુવક થયો 'હરખપદુડો'! ચાર રસ્તે કર્યું એવું કામ કે, આખા શહેરમાં શરૂ થઈ ગઈ તેની 'ચર્ચા'
Image Credit source: AI Generated
| Updated on: Jul 15, 2026 | 7:47 PM
Share

સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈ ને કોઈ વીડિયો વાયરલ થતો રહે છે. કેટલાક કિસ્સાઓ તો એટલા અનોખા હોય છે કે, જેને જોઈને દરેક વ્યક્તિ ચોંકી જાય છે. જો કે, કેટલાક કિસ્સાઓ પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે.

‘Viral Video’ જોઈને લોકો હેરાન

આ જ કડીમાં પુણે (Pune) થી એક એવો વીડિયો સામે આવ્યો છે કે, જેણે દરેકને હેરાન કરી દીધા છે. વાત એમ છે કે, અહીં એક યુવકે પોતાના લગ્ન માટે રસ્તાના કિનારે એક એવું પોસ્ટર લગાવડાવ્યું છે કે, જે દરેક વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. હવે પરિસ્થિતિ એ છે કે, આ વીડિયો પર યુઝર્સ જોરદાર મજા લઈ રહ્યા છે.

જો કોઈના લગ્ન કરાવવાના હોય, તો લોકો સગા-સંબંધીઓ, ઓળખીતાઓ, મેટ્રિમોનિયલ સાઇટ્સ અથવા તો પંડિતજીની મદદ લે છે. કેટલાક લોકો તો પોતે પણ છોકરી કે છોકરો શોધી લે છે. જો કે, પુણેના રહેવાસી 30 વર્ષના રાઘવ વિશ્વાસરાવ શિંદેએ એક એવો રસ્તો અપનાવ્યો કે, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.

જુઓ ‘Trending Video’

યુવકે શહેરના એક ચાર રસ્તા પર લગ્નનું ખૂબ મોટું પોસ્ટર લગાવડાવી દીધું. તે રસ્તા પરથી જે કોઈ પસાર થતું, એક વાર તેની નજર આ પોસ્ટર પર જરૂર પડતી. અહીં તમને જણાવી દઈએ કે, કેટ પાટિલ ચોક પર એક પોસ્ટર પર રાઘવનો આખો બાયોડેટા છપાયેલો છે.

પોસ્ટરમાં સાફ-સાફ લખ્યું છે કે, તેની ઉંમર 30 વર્ષ છે. મહિનાના તે 25 હજાર રૂપિયા કમાય છે. આટલું જ નહીં, તેની પાસે પોતાની કોઈ કાર પણ નથી અને કોઈ ફ્લેટ પણ નથી. આ સિવાય ખેતી માટે પણ કોઈ જમીન નથી. જો કોઈની નજરમાં સારી અને સુંદર છોકરી હોય તો જરૂર જણાવો.

લગ્ન માટે અનોખો ‘બાયોડેટા’

વીડિયો જોઈને એક પળ માટે તમે પણ જરૂર ચોંકી ગયા હશો. ઘણા લોકો તો વિચારી રહ્યા હશે કે, આવો અનોખો કિસ્સો પહેલીવાર જોયો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ‘life.with_vedanti.rakesh’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. આશરે 20 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. એટલું જ નહીં, વીડિયો પર લોકો જોરદાર કમેન્ટ્સ કરીને મજા પણ લઈ રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, યુવક ખૂબ જ પ્રમાણિક છે. કેટલાકનું કહેવું છે કે, ભાઈએ તો અલગ જ માહોલ બનાવી દીધો.

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત…, કેનેડામાં કેબ ડ્રાઈવરની મહિલા પ્રવાસીને ખુલ્લી ધમકી ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">