Amreli: રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ – જુઓ Video
અમરેલી જિલ્લો એ સિંહોનો ગઢ ગણાય છે. અહીં અવારનવાર સિંહોના આંટાફેરા સામે આવતા રહે છે. રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે ગત રાત્રે ત્રણ સિંહોના આંટાફેરાની ઘટના સામે આવી છે. જ્યાં સિંહોએ એક આખલા અને એક શ્વાન પાછળ દોટ મુકી હતી. જેના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
સિંહોના ગઢ કહેવાતા અમરેલી જિલ્લામાં હવે સિંહોના આંટાફેરાથી ફફડાટ વધવા લાગ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં સિંહો દ્વારા માનવોના શિકારની એક બાદ એક ઘટના સામે આવતા હવે સિંહોને લઈને ફફડાટ ફેલાયો છે. ગત રાત્રે રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડ્યા હતા. જેના દૃશ્યો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મોટા આગરિયા ગામે એકસાથે ત્રણ સિંહો શિકારની શોધમાં આવ્યા હતા આ દરમિયાન સિંહોએ એક શ્વાન અને આખલા પાછળ દોટ મુકી હતી. જો કે શ્વાન દોટ મુકીને ભાગી છુટતા સિહો શિકાર વગર જ પાછા ફર્યા હતા.
ગત રાત્રે મોટા આગરિયા ગામે શ્વાન-સિંહ અને આખલાની લડાઈના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જ્યાં સિંહો શિકારની શોધમાં આખલા અને શ્વાન પાછળ દોડ્યા પરંતુ શિકાર માટે સફળતા ન મળી. સિંહ પાછળ પડ્યો હોવા છતા શ્વાન જીવ બચાવવા માટે દોટ લગાવી હતી અને અંતે ભાગી છૂટતા જીવ બચી ગયો હતો.
સિંહના શિકારથી બચી જવાના શ્વાનના આ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમા ત્રણેય સિંહ શિકાર માટે ગામની બજારોમાં ફરતા જોવા મળ્યા હતા પરંતુ કોઈ શિકાર મળ્યો ન હતો. આ દૃશ્યો સામે આવ્યા બાદ આગરિયા ગામના લોકોમાં ભયનું મોજુ ફેલાયુ છે અને નાઈટ વનવિભાગ સામે નાઈટ પેટ્રોલિંગ વધારવા માટેની માગ કરી છે. જો કે સિંહ જંગલ વિસ્તાર છોડી રેવન્યુમાં આવી જવાની આ પહેલી ઘટના નથી પરંતુ છેલ્લા થોડા દિવસોમાં સિંહો દ્વારા માનવીઓ પર હુમલાને જોતા હવે લોકોમાં ભયનું વાતાવરણ છે અને બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
Input Credit- Jaydev Kathi- Amreli
Tips And Tricks: ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે ક્યો કેબલ ખરીદવો જોઈએ, ક્યાં કેબલથી થશે ફાસ્ટ ચાર્જિંગ?
વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ, જુઓ રાશિફળ
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો

