AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., કેનેડામાં કેબ ડ્રાઈવરની મહિલા પ્રવાસીને ખુલ્લી ધમકી ! જુઓ Video

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત…, કેનેડામાં કેબ ડ્રાઈવરની મહિલા પ્રવાસીને ખુલ્લી ધમકી ! જુઓ Video

| Updated on: Jul 15, 2026 | 2:01 PM
Share

કેનેડામાં એક મહિલા મુસાફરીનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની મૂળના હોવાનું કહેવાતા કેબ ડ્રાઇવર વચ્ચે થયેલી વાતચીતનો આ વીડિયો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કેનેડામાં એક મહિલા મુસાફરીનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની મૂળના હોવાનું કહેવાતા કેબ ડ્રાઇવર વચ્ચે થયેલી વાતચીતનો આ વીડિયો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેબ ડ્રાઇવર મહિલાને કહેતો સંભળાય છે કે જો તમે પાકિસ્તાનમાં હોત તો તમારું અપહરણ થઈ ગયું હોત. આ બાદ મહિલા અસ્વસ્થતા વ્યક્ત કરે છે. કહે છે કે આવી વાત પ્રશંસા નહીં પરંતુ ડરાવનારી લાગે છે.

પાકિસ્તાનમાં હોત તો તારૂં અપહરણ કરી લેત

વીડિયોમાં ડ્રાઇવર વધુમાં કહે છે કે જો તેઓ પાકિસ્તાનમાં હોત તો તે મહિલાનું અપહરણ કરી લેત પરંતુ કેનેડામાં તે આવું કંઈ કરી શકતો નથી. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. ઘણા યુઝર્સે ડ્રાઇવરના નિવેદનની કડક ટીકા કરી છે. તેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જ્યારે કેટલાક લોકોએ દાવો કર્યો છે કે વીડિયો અધૂરો હોઈ શકે છે. સમગ્ર વાતચીતનો સંદર્ભ સામે આવ્યો નથી.

મહત્વની વાત એ છે કે આ વીડિયો નવો નથી. આ ઘટના વર્ષ 2024ની હોવાનું જણાવવામાં આવે છે અને તે સમયે પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી. હવે ફરીથી આ જૂનો વીડિયો વાયરલ થતાં તેની ચર્ચા ફરી શરૂ થઈ છે.

આ પણ વાંચો, થાઈલેન્ડે ભારતીયો માટે વિઝા ફ્રી પ્રવેશ રાખ્યો યથાવત, પણ આ એક કારણસર મૂકી દીધી નવી મર્યાદા !

Published on: Jul 15, 2026 01:51 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">