AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબરમતી જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઈ-મેલમાં લખ્યું 2008 ને ભૂલશો નહિં, મોટુ સરપ્રાઇઝ આપવામાં આવશે

Breaking News : સાબરમતી જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઈ-મેલમાં લખ્યું 2008 ને ભૂલશો નહિં, મોટુ સરપ્રાઇઝ આપવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2026 | 11:33 AM
Share

અમદાવાદ સાબરમતી જેલને ઉડાવવાની ધમકી મળી છે.અજાણ્યા શખ્સે ઇમેલ દ્વારા જેલને ઉડાવવાની ધમકી આપી. સ્થાનિક પોલીસ દ્વારા જેલમાં તપાસ શરૂ કરાઇ. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને જાણ કરવામાં આવી.

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલને ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ઈ-મેઈલથી જેલને ઉડાવી દેવાની ધમકી આપી છે.સ્થાનિક પોલીસે સાબરમતી જેલમાં તપાસ હાથ ધરી છે. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડને પણ જાણ કરવામાં આવી છે. DGP ઓફિસને ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં રાજ્યની તમામ જેલમાં તપાસ થશે.પાટણમાં કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી છે.

2008 ને ભૂલશો નહિં

ઈ-મેઈલમાં પાકિસ્તાન ઝીંદાબાદ અને ખાલિસ્તાન ઝીંદાબાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2008 ને ભૂલશો નહિં, મોટુ સરપ્રાઇઝ આપવામાં આવશે ,વેઇટ એન્ડ઼ વોચ કઇ જેલમાં બ્લાસ્ટ થશે એ મેન્શન કર્યુ નથી. પાકિસ્તાન જીન્દાબાદ ખાલીસ્તાન જીંદાબાદ,તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા AMC દાણાપીઠ ઓફિસને બોમ્બથી ઊડાવવાની ધમકી મળી હતી. ઈમેલ દ્વારા અજાણ્યા વ્યક્તિએ ધમકી મોકલી હતી. માત્ર સરકારી કચેરીઓ જ નહી પરંતુ શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અવાર-નવાર મળતી રહે છે.

આ પહેલા પણ મળી ચૂકી છે ધમકીઓ

27 નવેમ્બરના રોજ અમદાવાદની 6 શાળાઓને ધમકીભર્યા ઇ-મેઈલ મળ્યા હતા. જેમાં DPS બોપલ, નારાયણ ગુરુ-સેટેલાઈટ, માઉન્ટ કાર્મેલ-આશ્રમ રોડને ધમકીભર્યા મેઈલ થલતેજની એશિયા સ્કૂલ, મેમનગરની દિવ્યપથ અને ચાંદખેડાની પોદ્દાર સ્કૂલને પણ ધમકી મળી હતી. જ્યારે આવી ધમકીઓ શાળાઓને મળે છે. ત્યારે વાલીઓ ચિંતામાં આવી જાય છે.બોમ્બની ધમકી મળ્યા બાદ વિદ્યાર્થીઓને જલ્દી છોડી દેવામાં આવે છે.શાળા બહાર અફરા તરફી નો માહોલ સર્જાય છે.વાલી-વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપથી ચિંતિત થઈ જાય છે.

 

Breaking News: અમદાવાદમાં ફૂટપાથ પર આરામ કરી રહેલા શ્રમિક પરિવારને ફોર્ચ્યુનર ચાલકે કચડ્યો, માતા-પુત્રનાં મોત, કારમાંથી બિયરના 6 ટીન મળ્યા અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">