AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેનેડાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ! વિઝા મુશ્કેલીઓ અને સુરક્ષાના ડર વચ્ચે હવે યુરોપ તરફ વળ્યો રસ

વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે કેનેડાની લોકપ્રિયતા ઘટી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ વિઝા નિયમો, નોકરીની અનિશ્ચિતતા અને સુરક્ષા ચિંતાઓને કારણે કેનેડાથી દૂર થઈ રહ્યા છે.

| Updated on: Nov 03, 2026 | 4:18 PM
Share
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા લાંબા સમયથી લોકપ્રિય પસંદગી રહ્યું છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. વિઝા નિયમોમાં ફેરફાર, અભ્યાસ બાદ નોકરી મેળવવાની અનિશ્ચિતતા, મર્યાદિત રોજગારની તકો અને સુરક્ષાને લગતી ચિંતાઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓ ધીમે ધીમે કેનેડાથી દૂર થઈ રહ્યા છે. તેના બદલે તેઓ જર્મની, ઇટાલી, નોર્વે, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોને પ્રાથમિકતા આપી રહ્યા છે.

1 / 7
'ધ ગ્લોબ એન્ડ મેઇલ'ના અહેવાલ મુજબ, ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરતી 22 વર્ષીય મુસ્કાન ઠાકુરે વર્ષ 2028 સુધીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોર્વે જવાની યોજના બનાવી છે. અગાઉ તે કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતી હતી, પરંતુ હવે તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. વિદેશમાં અભ્યાસ માટે આર્થિક આયોજન કરતા ભારતીય પરિવારો પણ હવે કેનેડા ઉપરાંત જર્મની, ઇટાલી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના વિકલ્પો તપાસી રહ્યા છે. યુરોપના કેટલાક દેશોમાં ઓછા ખર્ચે ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળતી હોવાથી વિદ્યાર્થીઓનો રસ ત્યાં વધી રહ્યો છે.

2 / 7
મુસ્કાન ઠાકુરના જણાવ્યા અનુસાર, તે અગાઉ કેનેડા જવા ઇચ્છતી હતી, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓને લગતી નીતિઓમાં ફેરફાર, વિઝા પ્રતિબંધો અને અભ્યાસ પૂર્ણ થયા બાદ રોજગારની તકો અંગેની અનિશ્ચિતતાને કારણે તેણે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કર્યો છે. ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધોમાં આવેલા ઉતાર-ચઢાવની અસર પણ વિદ્યાર્થીઓની માનસિકતા પર પડી છે. વર્ષ 2023માં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો હતો. જોકે, હવે સંબંધો સુધારવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને વેપાર કરારો અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેમ છતાં વિદ્યાર્થીઓમાં રહેલી અનિશ્ચિતતા સંપૂર્ણપણે દૂર થઈ નથી.

3 / 7
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે બનેલી હુમલાની અને અન્ય અપ્રિય ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓમાં પણ ચિંતા વધી છે. વિદેશમાં અભ્યાસ માટે મોટી રકમ ખર્ચતા પરિવારો હવે માત્ર સારી યુનિવર્સિટી કે ડિગ્રી જ નહીં, પરંતુ ત્યાંની સુરક્ષા અને ભવિષ્યની સ્થિરતાને પણ મહત્ત્વ આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને ડર છે કે વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જો નોકરીની યોગ્ય તક ન મળે અથવા સુરક્ષાની સમસ્યાઓનો સામનો કરવો પડે તો તેમનું આર્થિક રોકાણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

4 / 7
મુંબઈની નરસી મોનજી કોલેજમાં અભ્યાસ કરતા રોહન સાવંતે ટોરોન્ટોની યોર્ક યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક થવાની યોજના બનાવી હતી. જોકે, કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી ઘટનાઓ અને વિઝા સંબંધિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેણે હાલ પોતાની યોજના મુલતવી રાખી છે. રોહનના જણાવ્યા અનુસાર, હાઇસ્કૂલના સમયથી જ તેનું કેનેડામાં અભ્યાસ કરવાનું સપનું હતું, પરંતુ બદલાતી પરિસ્થિતિઓને કારણે તેણે પોતાનો નિર્ણય બદલ્યો છે. તેના માતા-પિતાએ પણ તેને પહેલાં મુંબઈમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરવાની અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે યુરોપ અથવા બ્રિટન જવાની સલાહ આપી છે.

5 / 7
ચંદીગઢના બાયોફિઝિક્સના વિદ્યાર્થી રિધમ કાલિયાએ પણ કેનેડામાં અભ્યાસ કરવાનો વિચાર છોડી દીધો છે. તેના મતે, કેનેડાની સરખામણીએ અમેરિકામાં સંશોધન અને કારકિર્દી માટે વધુ સારી તકો ઉપલબ્ધ છે. રિધમનું કહેવું છે કે વિદેશમાં અભ્યાસ કરવો એ મોટું આર્થિક રોકાણ છે અને તેના માટે ભવિષ્યની સુરક્ષા તથા યોગ્ય કારકિર્દીની તક હોવી જરૂરી છે. માત્ર સારી શૈક્ષણિક સુવિધાઓ કે આંતરરાષ્ટ્રીય અનુભવ પૂરતા નથી, પરંતુ અભ્યાસ પૂર્ણ થયા બાદ મળનારી તકો પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.

6 / 7
એકંદરે, કેનેડા હજુ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિઝા નીતિઓ, નોકરીની તકો, અભ્યાસનો ખર્ચ, રાજકીય સંબંધો અને સુરક્ષા જેવા મુદ્દાઓ હવે દેશ પસંદ કરતી વખતે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આગામી સમયમાં કેનેડા ભારતીય વિદ્યાર્થીઓને ફરી આકર્ષવા માટે પોતાની નીતિઓ અને સુવિધાઓમાં કેવા ફેરફાર કરે છે તેના પર સૌની નજર રહેશે.

7 / 7

Canada PR for Indian : કેનેડામાં PR મેળવવા છે? 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">