IND A vs NZ A, 2nd Test : મુકેશ કુમાર અને સિરાજે મળીને ન્યૂઝીલેન્ડ A સામે 9 વિકેટ લીધી, ટેસ્ટ સીરિઝ માટે તૈયાર
ન્યૂઝીલેન્ડ A સામે મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજની ભાગીદારી શાનદાર જોવા મળી છે. મુકેશે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી, જ્યારે સિરાજે 4 વિકેટ લીધી હતી.

ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડ એની ઈનિગ્સ 424 રન પર પૂર્ણ થઈ હતી. બીજી બાજુ ન્યુઝીલેન્ડ એની પહેલી ઈનિગ્સમાં ઈન્ડિયા એ પર 78 રનની લીડ મળી છે.

ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સીરિઝની તૈયારી કરવાની છે. ત્યારે આ મેચમાં અનેક મોટા ક્રિકેટરો ભારત માટે રમી રહ્યા છે. જેમાં યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ,મુકેશ કુમાર, સાંઈ સુદર્શન, દેવદત્ત પેડિક્કલ , ધ્રુવ જુરેલ અને આકાશ દીપ જેવા ખેલાડીઓ સામેલ છે.

આ મેચના બીજા દિવસે રમાઈ રહેલી મેચમાં ઈન્ડિયા એના બોલર મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમ છતાં ન્યુઝીલેન્ડ એ 400થી વધારે રન બનાવ્યા છે.

ઈન્ડિયાએના ધ્રુવ જુરેલ 105, દેવદત્ત પેડિક્કલ 80 અને આકાશ દીપની 68 રનની ઈનિગ્સે 346 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડ એને શરુઆત સારી મળી ન હતી. 3 વિકેટ 13 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ 200થી વધારે રનની પાર્ટનરશીપ માટે ચોથી વિકેટ માટે ન્યુઝીલેન્ડે શાનદાર વાપસી કરી હતી.

369 રન પર 9મી વિકેટ પડી હતી. પરંતુ 424 રન પર છેલ્લી વિકેટ પડી હતી. આ રીતે ઈનિગ્સના આધાર પર 78 રનની લીડ ન્યુઝીલેન્ડ એને મળી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા એના મુકેશ કુમારે 29મી ઓવરમાં 85 રન આપી 5 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 35 ઓવર નાંખી હતી. જેમાં 118 રન આપ્યા અને 4 વિકેટ લીધી હતી.

વોશિગ્ટન સુંદરે છેલ્લી વિકેટ લીધી હતી.મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજનું આ પ્રદર્શન ફક્ત ન્યુઝીલેન્ડ A ના પ્રથમ દાવને સમાપ્ત કરવામાં જ મહત્વપૂર્ણ નહોતું. સાથે મળીને નવ વિકેટ લઈને, તેઓએ એ પણ સાબિત કર્યું કે તેઓ ટેસ્ટ સીરિઝ માટે તૈયાર છે. તેઓ ન્યુઝીલેન્ડની પીચો પર વિનાશ વેરવા માટે ઉત્સુક છે.

ભારત A અને ન્યુઝીલેન્ડ A વચ્ચેની બીજી અનઓફિશિયલ ટેસ્ટમાં એક દિવસની રમત બાકી હોવાથી, આ ટેસ્ટ પણ ડ્રો થવાની શક્યતા છે. લિંકનમાં રમાયેલી બંને ટીમો વચ્ચેની પહેલી અનઓફિશિયલ ટેસ્ટ પણ ડ્રો થઈ હતી.(ALL Photo: PTI)
Breaking News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝ ક્યારે શરૂ થશે, જુઓ શેડ્યૂલ અહી ક્લિક કરો
