Diwali Gift Ideas: ચહેરા પર આવશે ખુશીની ચમક, સ્વાસ્થ્ય પણ રહેશે દુરસ્ત ! દિવાળી ગિફ્ટ માટે આ વસ્તુઓ છે બેસ્ટ
આ દિવાળીએ પરંપરાગત મીઠાઈઓ ભૂલીને કંઈક અલગ આપો. સ્વજનોના સ્વાસ્થ્ય અને ખુશીનું ધ્યાન રાખતી અનમોલ ભેટો પસંદ કરો.

દિવાળી પર લોકો મોટાભાગે મીઠાઈઓની ભેટ આપતા હોય છે, પરંતુ આ વખતે તમે તમારા સગા-સંબંધીઓને કંઈક અલગ અને ખાસ ભેટ આપી શકો છો.

દિવાળીની આ ભેટ માત્ર તમારા સ્વજનોને પસંદ જ નહીં આવે, પરંતુ તેમની ત્વચા, સ્વાસ્થ્ય અને ફિટનેસનું પણ ધ્યાન રાખશે.

1. ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનું બોક્સ : દિવાળી પર મીઠાઈઓની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ, નટ્સ અને સીડ્સનું કોમ્બો પેક તૈયાર કરાવીને ગિફ્ટ આપવું શ્રેષ્ઠ વિકલ્પ છે. હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ બોક્સ દરેકને પસંદ આવશે. બાળકો હોય કે મોટા, દરેકને આ ભેટ આપી શકાય છે. કારણ કે આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક ઉત્તમ ભેટ છે.

2. છોડ આપો: દિવાળીના અવસરે ઘરે આવતા મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે છોડ આપી શકો છો. આ એક શાનદાર આઈડિયા છે. કારણ કે છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા, પરંતુ સ્વસ્થ જીવન માટે પણ ખૂબ જરૂરી છે. તમે ઇન્ડોર પ્લાન્ટ્સમાં સ્નેક પ્લાન્ટ, સ્પાઈડર પ્લાન્ટ, પીસ લિલી, અરેકા પામ, જેડ પ્લાન્ટ, ગોલ્ડન પોથોસ એટલે કે મની પ્લાન્ટ અને રબર પ્લાન્ટ જેવા વિકલ્પો પસંદ કરી શકો છો. આ છોડની જાળવણી પણ મુશ્કેલ નથી અને હવાને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.

3. સેલ્ફ કેર કિટ : જો તમે તમારી પત્ની, બહેન કે માતાને ગિફ્ટ આપવા માંગતા હોવ તો સેલ્ફ કેર કિટ એક સારો વિકલ્પ બની શકે છે. આ કિટમાં તમે ક્લેન્ઝર, ફેસવોશ, ફેશિયલ ટૂલ્સ (જેડ રોલર, ગુઆ શા, ફેસ ક્લેન્ઝિંગ બ્રશ), બોડી વોશ, લોશન, આયુર્વેદિક બ્યુટી કેર પ્રોડક્ટ્સ, હર્બલ ટી અને કેટલીક ચોકલેટ્સનો સમાવેશ કરી શકો છો. જો ભેટ મેળવનાર મહિલા વધતી ઉંમરની હોય તો તેમાં એક મસાજર પણ સામેલ કરી શકો છો.

દિવાળી પર લોકો મોટાભાગે મીઠાઈઓની ભેટ આપતા હોય છે, પરંતુ આ વખતે તમે તમારા સગા-સંબંધીઓને કંઈક અલગ અને ખાસ ભેટ આપી શકો છો.

5. હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલી વસ્તુઓ : તમે દિવાળીની ભેટમાં હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલી વસ્તુઓ પણ આપી શકો છો. જો કોઈ વ્યક્તિ દરરોજ જિમ જાય છે અથવા દોડવાની પ્રેક્ટિસ કરે છે, તો તેને સારી ગ્રિપવાળા શૂઝ, ટમ્બલર, કાર્ડિયો મેટ જેવી વસ્તુઓ આપી શકો છો. આ ઉપરાંત ફિટનેસ અને હેલ્થ ટ્રેકર વોચ આપવી પણ એક સારો ગિફ્ટ આઈડિયા છે.
દિવાળી-છઠ પૂજાની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય! 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ
