AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang Breaking: ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે 67.30 લાખની છેતરપિંડી, વેપારમાં નફાની લાલચ આપી ગઠિયાઓ ફરાર

Dang Breaking: ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે 67.30 લાખની છેતરપિંડી, વેપારમાં નફાની લાલચ આપી ગઠિયાઓ ફરાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2026 | 8:18 PM
Share

એશિયન ગેમ્સમાં દેશનું ગૌરવ વધારનારી ગોલ્ડન ગર્લ અચાનક કેવી રીતે બની ગઈ મોટા આર્થિક ષડયંત્રનો ભોગ? ઊંચા નફાની લાલચે લાખો રૂપિયા પડાવીને ઠગબાજોએ કેવી રીતે ખેલ્યો વિશ્વાસઘાતનો ગંદો ખેલ? જાણો આ ચકચારી કૌભાંડની અંદરની વિગતો.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ અને ગુજરાતનું નામ રોશન કરનારી ડાંગની ખ્યાતનામ દોડવીર ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે 67.30 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.

મળતી વિગતો મુજબ, વર્ષ 2024 માં ઠગબાજોએ સરિતા ગાયકવાડનો સંપર્ક કરી વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીઓએ રેતીના મોટા વ્યવસાયમાં રોકાણ સામે દર મહિને 4 ટકા જેટલો ઊંચો નફો આપવાની લોભામણી લાલચ આપી હતી. આ જાળમાં ફસાઈને દોડવીરે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ 69.10 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જોકે, શરૂઆતમાં આરોપીઓએ માત્ર 1.80 લાખ રૂપિયા જ પરત આપ્યા હતા અને બાકીના 67.30 લાખ રૂપિયા હડપ કરીને છેતરપિંડી આચરી હતી.

પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં સરિતા ગાયકવાડે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દેશનું નામ રોશન કરનાર ખેલાડી સાથે થયેલી ઠગાઈને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સઘન ચક્રો ગતિમાન કર્યા છે.

Trending Video: કેરળમાં પાસપોર્ટ રિન્યુ કરાવવા પહોંચ્યો શખ્સ, અંદરના પાના જોઈ અધિકારીઓ પણ માથું પકડીને હસી પડ્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">