AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં મંજૂરી વિના ચાલતા ફટાકડાના સ્ટોલને લઈને થયો વિવાદ, માત્ર એક જ સ્ટોલને મંજૂરી છતા અનેક જગ્યાએ વેચાણ

જુનાગઢમાં મંજૂરી વિના ચાલતા ફટાકડાના સ્ટોલને લઈને થયો વિવાદ, માત્ર એક જ સ્ટોલને મંજૂરી છતા અનેક જગ્યાએ વેચાણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2026 | 9:02 PM
Share

જુનાગઢમાં દિવાળીના તહેવાર પહેલા મંજૂરી વિના ધમધમતા ફટાકડાના સ્ટોલને લઈને વિવાદ થયો છે. મનપા દ્વારા એક જ સ્ટોલને મંજૂરી અપાઈ છતા ઠેર ઠેર ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. વિક્રેતાઓએ મંજૂરી વિના જ વેચાણ શરૂ કરી દેતા સવાલો ઉઠી રહ્યા છે.

જુનાગઢમાં દિવાળીના તહેવાર સમયે ફટાકડાના વિચાણને લઈને વિવાદ થયો છે. ફટાકડાના સ્ટોલ લગાવવા માટે 44 વેપારીઓએ અરજી કરી હતી જેમા માત્ર એક જ સ્ટોલને મંજૂરી આપવામાં આવી હતી છતા શહેરમાં ઠેકઠેકાણે ફટાકડાનું વેચાણ શરૂ કરવામાં આવ્યુ છે. મનપાની ફાયર શાખા દ્વારા 4 અરજીઓને ફાયર NOC અપાઈ છે. ત્યારે મંજૂરી વગર ધમધમતા ફટાકડાના સ્ટોલ સામે સવાલ ઉભા થયા છે.

વેપારીઓએ મંજૂરી વગર જ ફટાકડા વેચવાનું શરૂ કર્યુ છે ત્યારે સવાલ એ છે કે તેઓ કોની રહેમનજર હેઠળ ફટાકડા વેચી રહ્યા છે. જુનાગઢ DySP રવિરાજસિંહ પરમાર ના જણાવ્યા અનુસાર સિટી પોલીસ સ્ટેશનમાં એક વિક્રેતાને મંજૂરી આપવામાં આવી છે અને તાલુકા પોલીસ સ્ટેસનમાં ગ્રામ્યમં 5 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. પોલીસનું સ્પષ્ટ કહેવુ છે કે જે લોકોએ પરમિશન મેળવેલી નથી તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

હાલ તો સવાલ એ જ છે કે મંજૂરી વિના ધમધમતા ફટાકડા સ્ટોલમાં જો કંઈ અઘટિત ઘટના ઘટી તો જવાબદારી કોની રહેશે?

Input Credit- Vijaysinh Parmar- Junagadh

મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા તો રાષ્ટ્રપતિ પદ રહેશે કે જશે, કેમ સમગ્ર દુનિયાની નજર આ ચૂંટણી પર છે?- વાંચો

Published on: Nov 03, 2026 08:36 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">