Ramayan: સૌથી મોંઘી ફિલ્મ ‘રામાયણ’માં બાળ શૂર્પણખાની ભૂમિકામાં જોવા મળશે દિશિતા સેહગલ, જુઓ ફોટો
રણબીર કપૂરની "રામાયણ" ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. રામાયણ ઈન્ડિયન સિનેમાની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક છે. રામાયણ ફિલ્મે એડવાન્સ બુકિંગના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. ત્યારે યુવાન શૂર્પણખાની ભૂમિકામાં કોણ ભજવશે. તેના વિશે જાણીએ.

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ "રામાયણ"હવે થોડા દિવસમાં રિલીઝ થવાની છે. રિપોર્ટ અનુસાર, નિતેશ તિવારીએ "રામાયણ" માં યુવાન શૂર્પણખાની ભૂમિકામાં દિશિતા સેહગલ જોવા મળશે.

નિર્માતાઓએ 'રામાયણ'માં યુવાન શૂર્પણખાની ભૂમિકા ભજવવા માટે ટીવી અભિનેત્રી દિશિતા સેહગલને કાસ્ટ કરી હતી. આ નાનકડી અભિનેત્રીને તમે જાણતા જ હશો.

એક જાહેરાતમાં દિશિતાના ડાયલોગ લોકોના દિલમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતુ. આ હેર ડાઈ જાહેરાતમાં તેણે કહ્યું, "માત્ર 30 રૂપિયા, મમ્મી." બસ ત્યારથી દિશિતા લોકોમાં ફેમસ થઈ હતી.

આ ભૂમિકા માટે પસંદગી પામવા માટે ઓડિશન અને લુક ટેસ્ટના ઘણા રાઉન્ડ થયા અને લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. કાસ્ટિંગ મુકેશ છાબરા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં કાસ્ટિંગ કોઓર્ડિનેટર જ્યોતિ બજાજે સંકલન કર્યું છે.

બાળ કલાકાર તરીકે બોલિવૂડની મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી આ નાનકડી સ્ટાર સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. દિશિતાના ઇન્સ્ટાગ્રામ પર 3,160થી વધુ ફોલોઅર્સ છે.

હાલમાં તે બોમ્બે સ્કોટિશ માહિમમાં 11મા ધોરણમાં છે. તેમણે ટીવી સીરીઝ, શોર્ટ ફિલ્મ, વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ અને 100 થી વધુ ટીવી જાહેરાતો કરી છે.

દિશિતા સાડા ત્રણ વર્ષની ઉંમરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તેણે 'બેબી', 'ડિયર ઝિંદગી' , 'હિન્દી મીડિયમ' (પિયા તરીકે), 'વોર 1' (રૂહી તરીકે), તેલુગુ ફિલ્મ 'સવ્યાસાચી' (મહાલક્ષ્મી તરીકે) અને 'હિટ: ધ ફર્સ્ટ કેસ' જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

16 વર્ષની દિશિતા સેહગલને યુવાન શૂર્પણખાની ભૂમિકા ભજવતી જોવા મળશે. બાદમાં આ પાત્ર રકુલ પ્રીત સિંહ જોવા મળશે.

જો "રામાયણ" ની વાત કરીએ તો, નિતેશ તિવારી તેના નિર્માણ પર ખૂબ ખર્ચ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના બંને ભાગનું બજેટ 1,600 કરોડ હોવાનો અંદાજ છે. આટલા મોટા બજેટ સાથે, તે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ બનવાની તૈયારીમાં છે.

સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. સની દેઓલને હનુમાન તરીકે અને રવિ દુબેને લક્ષ્મણ તરીકે કાસ્ટ કરવામાં આવ્યા છે. "રામાયણ"નો પહેલો ભાગ દિવાળી 2026 પર રિલીઝ થશે.

ફિલ્મ "રામાયણ" 5 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોરદાર જોવા મળી રહ્યું છે, જેમાં ફક્ત દોઢ દિવસ બાકી છે. ફિલ્મની 18.4 લાખથી વધુ ટિકિટો અત્યાર સુધીમાં વેચાઈ ગઈ છે.
જોડિયા બાળકોના પિતા, રામાયણના દિગ્દર્શક નિતેશ તિવારીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
