AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રીન ફટાકડા શું છે ? કેવી રીતે ઓળખવા અને શું તે ખરેખર ઓછું પ્રદૂષણ ફેલાવે છે?

શું 'ગ્રીન ફટાકડા' ખરેખર પ્રદૂષણમુક્ત હોય છે કે પછી તે માત્ર એક ભ્રમ છે? CSIR-NEERI દ્વારા તૈયાર કરાયેલા આ ફટાકડામાં કયા ઝેરી કેમિકલ પર પ્રતિબંધ છે અને નકલી ફટાકડાથી બચવા માટે પેકેટ પર શું તપાસવું અનિવાર્ય છે? જાણો ખરીદી કરતાં પહેલાંના મહત્વપૂર્ણ નિયમો.

| Updated on: Nov 02, 2026 | 10:00 PM
Share
દિવાળી નજીક આવતાં જ ફટાકડાની ચર્ચા શરૂ થઈ જાય છે. દેશભરમાં અને ખાસ કરીને દિલ્હી-NCR માં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દર વર્ષે ફટાકડા ફોડવા પર વિવિધ નિયંત્રણો લાદવામાં આવે છે. આ વખતે સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલાં અને દિવાળીના દિવસે નિયત સમય માટે ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં બજારમાં ગ્રીન ફટાકડાની માંગ વધી ગઈ છે. પરંતુ શું આ ફટાકડા ખરેખર ઓછું પ્રદૂષણ ફેલાવે છે? શું તેનો ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી? અને સામાન્ય ફટાકડાથી તેને અલગ કેવી રીતે ઓળખી શકાય? આવો જાણીએ તમામ સવાલોના સાચા જવાબો.

1 / 8
ગ્રીન ફટાકડા એટલે શું?: ગ્રીન ફટાકડા એવા વિશિષ્ટ ફટાકડા છે, જેને પરંપરાગત ફટાકડાની તુલનામાં ઓછો ધુમાડો અને પ્રદૂષણ ફેલાવવા માટે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. તેનું નિર્માણ વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદની સંસ્થા CSIR-NEERI દ્વારા કરવામાં આવ્યું છે. આ ફટાકડામાં વપરાતા રસાયણો અને ઘટકોના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે, જેથી તે સળગતી વખતે હાનિકારક વાયુઓ અને રજકણોનું ઉત્સર્જન ઘટાડે છે. જોકે, તેનો અર્થ એવો બિલકુલ નથી કે તે 100% પ્રદૂષણમુક્ત છે.

2 / 8
સામાન્ય ફટાકડાથી કેટલા અલગ હોય છે? CSIR-NEERI ના અહેવાલ મુજબ, ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાની સરખામણીમાં ઓછામાં ઓછો 30% ઓછો ધુમાડો અને હાનિકારક બારીક કણો (Particulate Matter) હવામાં છોડે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે વાયુ પ્રદૂષણમાં પ્રમાણમાં ઓછો વધારો કરે છે. આ ઉપરાંત તેના અવાજની તીવ્રતા (ડેસિબલ) પણ નિયત મર્યાદામાં રાખવામાં આવે છે. તેમ છતાં, દરેક ગ્રીન ફટાકડો એકસરખી માત્રામાં પ્રદૂષણ ઘટાડશે તેવી ખાતરી હોતી નથી.

3 / 8
ગ્રીન ફટાકડામાં બેરિયમ હોવું ન જોઈએ: સામાન્ય ફટાકડામાં વપરાતા કેટલાક ઝેરી રસાયણો હવાને ખૂબ ઝેરી બનાવે છે, જેમાં બેરિયમ (Barium) મુખ્ય છે. બેરિયમયુક્ત ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે આવા ફટાકડા બનાવી કે વેચી શકાતા નથી.

4 / 8
CSIR-NEERI ની સત્તાવાર મંજૂરી વગર બનતા ફટાકડાનો ઉપયોગ ગેરકાયદેસર છે. ફટાકડા બનાવતી કંપની પાસે માન્ય પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. માત્ર પેકેટ પર લીલો રંગ કે 'Green Cracker' લખેલું હોવું તે અસલી હોવાની સાબિતી નથી.

5 / 8
ખરીદતી વખતે પેકેટ પર QR કોડ જરૂર ચકાસો: જો તમે ગ્રીન ફટાકડા ખરીદવા જઈ રહ્યા હોવ, તો માત્ર વેપારીના કહેવા પર ભરોસો ન કરો. પેકેટ પર છાપેલા QR કોડને તમારા મોબાઇલથી સ્કેન કરો. તેને સ્કેન કરવાથી ઉત્પાદક કંપનીનું નામ, રજીસ્ટ્રેશન નંબર, લાયસન્સ વિગતો, વપરાયેલી સામગ્રી અને લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટની અધિકૃત માહિતી સ્ક્રીન પર દેખાશે. ખરીદતા પહેલાં ખાતરી કરો કે પ્રોડક્ટ CSIR-NEERI દ્વારા પ્રમાણિત છે કે નહીં.

6 / 8
ઓનલાઇન ખરીદી શકાય ગ્રીન ફટાકડા? ફટાકડા માત્ર વહીવટીતંત્ર દ્વારા અધિકૃત અને લાયસન્સ ધરાવતી દુકાનો પરથી જ ખરીદી શકાય છે. આ વખતે મંજૂર કંપનીઓને 2 થી 6 નવેમ્બર સુધી માત્ર ગ્રીન ફટાકડા બનાવવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે ફટાકડા ફોડવા માટે 7 અને 8 નવેમ્બરના રોજ નિયત સમયની છૂટ આપવામાં આવી છે. ખરીદી અને ફોડવા માટેની તારીખો અલગ-અલગ રાખવામાં આવી છે.

7 / 8
શું ગ્રીન ફટાકડાથી બિલકુલ પ્રદૂષણ નથી થતું? ગ્રીન ફટાકડા પ્રદૂષણ ઘટાડવા માટે બન્યા છે, પરંતુ તે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી નથી. તેના દહનથી પણ ધુમાડો અને સૂક્ષ્મ રજકણો વાતાવરણમાં ભળે જ છે, જે શ્વાસ સંબંધિત બીમારીઓ, અસ્થમા કે એલર્જી ધરાવતા દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને દિલ્હી-NCR જેવા વિસ્તારોમાં, જ્યાં પહેલેથી જ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) જોખમી સ્તરે હોય છે, ત્યાં આવા ફટાકડા ફોડવાનું ટાળવું જ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.

8 / 8

દિવાળી પછી બુદ્ધિના દાતા બુધ થશે ઉદિત, કઈ ત્રણ રાશિના જાતકોને મળશે કરિયરમાં પ્રગતિ અને ધનલાભ ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">