AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2026: દિવાળી પર ઘરના આંગણે માતા લક્ષ્મીના પગલાં બનાવતી વખતે ન કરો આ ભૂલો, જાણો મહત્વપૂર્ણ નિયમો

દિવાળીની રાત્રે ધનની દેવી લક્ષ્મીજીના સ્વાગત માટે ઘરના ઉંબર પર ચરણ ચિહ્ન બનાવવાની પૌરાણિક પરંપરા છે. પરંતુ પગલાં બહારથી અંદરની તરફ હોવા જોઈએ કે બહારની તરફ? જાણો વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર પગલાં દોરવાના સાચા નિયમો અને તેનું મહત્વ.

| Updated on: Nov 02, 2026 | 3:18 PM
Share
દિવાળીના પાવન અવસર પર ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સજાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. દિવાળીની પવિત્ર રાત્રે માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરના દ્વારે તેમના નાના-નાના ચરણ ચિહ્ન બનાવવાની પરંપરા સદીઓ જૂની છે. લોકોના મનમાં ઘણીવાર પ્રશ્ન થાય છે કે મુખ્ય દ્વાર પર આ પગલાં શા માટે બનાવવામાં આવે છે અને તેની સાચી દિશા કઈ હોવી જોઈએ. આ પ્રાચીન પરંપરા પાછળ ઊંડી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે, જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

1 / 7
ઘરના મુખ્ય દ્વારે કેમ બનાવવામાં આવે છે માતા લક્ષ્મીના પગલાં? દિવાળીના પર્વે ઘરના ઉંબરે માતા લક્ષ્મીના પગલાં દોરવાનું વિધાન અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે ધન અને વૈભવની દેવી માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમના ચરણ હંમેશા ઘરની અંદરની તરફ હોવા જોઈએ. દરવાજા પર આવા ચિહ્નો બનાવવાનો અર્થ એ છે કે તમે માતાજીને તમારા ઘરમાં સાદર આમંત્રિત કરી રહ્યા છો. સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ પરંપરા નિભાવવાથી પ્રવેશદ્વાર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે, ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને પરિવાર પર દેવીના કાયમી આશીર્વાદ જળવાઈ રહે છે.

2 / 7
દ્વાર પર ચરણ ચિહ્ન બનાવવાથી કેમ વધે છે બરકત? મુખ્ય દ્વાર પર ચરણ ચિહ્ન દોરવાનો સીધો સંબંધ ઘરમાં બરકત અને આર્થિક સમૃદ્ધિ સાથે છે. જ્યારે કોઈ વ્યક્તિ ચોખાના લોટથી કે કંકુ-સિંદૂરથી માતાજીના પગલાં બનાવે છે, ત્યારે દેવી અત્યંત પ્રસન્ન થાય છે. શાસ્ત્રો મુજબ જે ઘરમાં પૂર્ણ સ્વચ્છતા રાખીને લક્ષ્મીજીના સ્વાગત માટે પગલાં આલેખવામાં આવે છે, ત્યાં ક્યારેય આર્થિક તંગી સર્જાતી નથી. આ વિધાન એ બાબતનું પ્રતીક છે કે તમે ધનની દેવી માટે ઘરના દ્વાર ખુલ્લા મૂક્યા છે, જેનાથી આર્થિક મુશ્કેલીઓ ધીમે-ધીમે સમાપ્ત થાય છે અને અન્ન-ધનના ભંડાર ભરેલા રહે છે.

3 / 7
દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક છે આ ખાસ વિધાન: ધાર્મિક માન્યતા મુજબ દિવાળીની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે ઘરનું આંગણું સાફ-સુથરું અને શણગારેલું હોય ત્યાં તેઓ કાયમી વાસ કરે છે. દ્વાર પર બનાવેલા આ પગલાં એ વાતની સાબિતી છે કે ઘરના સભ્યો માતાજીના આવકાર માટે તૈયાર છે. આ નિશાનો હંમેશા બહારથી ઘરની અંદરની દિશા તરફ આવતા હોય તે રીતે જ દોરવા જોઈએ, જેથી માતાની કૃપા ઘરમાં સ્થિર રહે.

4 / 7
પગલાં બનાવતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? દિશાનું ધ્યાન: માતા લક્ષ્મીના પગલાં ક્યારેય ઘરની બહાર જતાં હોય તે રીતે ન બનાવવા જોઈએ. બહાર તરફ જતા પગલાં માતાજીના પ્રસ્થાનનો સંકેત માનવામાં આવે છે, જે અશુભ ગણાય છે.

5 / 7
અંદરની તરફ મુખ: પગલાં હંમેશા બહારથી ઘરની અંદર પ્રવેશતા હોય તે રીતે જ દોરવા જેથી ધન અને સમૃદ્ધિનું આગમન ઘરની અંદર થાય.

6 / 7
પવિત્ર સામગ્રી: ચરણ ચિહ્ન બનાવવા માટે હંમેશા શુદ્ધ કંકુ, ચંદન, ચોખાનો લોટ કે ગળી-ગેરુ જેવી પવિત્ર સામગ્રીનો જ ઉપયોગ કરવો. પ્લાસ્ટિકના સ્ટીકર વાપરવા કરતાં હાથેથી દોરેલા પગલાં શાસ્ત્રોમાં વધુ શ્રેષ્ઠ અને ફળદાયી માનવામાં આવ્યા છે.

7 / 7

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

શિયાળામાં ફાટેલા હાથ માટે ઘરે કેવી રીતે બનાવશો અપરાજિતા બામ? વાદળી ફૂલોથી મળશે કુદરતી નિખાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">