વડોદરા અને રાજકોટના મેદાન પરથી મેચ રમી ભારતીય ટીમ વર્ષ 2026ની શરુઆત કરશે, BCCI એ શેડ્યૂલ જાહેર કર્યું
ભારતીય ટીમ વર્ષ 2026ની શરુઆતમાં ઘર આંગણે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 વનડે અને પાંચ ટી20 મેચની સીરિઝ રમશે. જેને લઈ બીસીસીઆઈએ શેડ્યૂલ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ શરુઆત વડોદરા અને રાજકોટના મેદાનથી વર્ષ 2026માં તેની ક્રિકેટ મેચથી કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વર્ષ 2026ની શરુઆતમાં રમાનારી લિમિટેડ ઓવરની સીરિઝના શેડ્યૂલની જાહેરાત કરી છે.

ટીમ ઈન્ડિયા વર્ષ 2025માં પોતાની છેલ્લી મેચ 19 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામે રમશે. જે 5 ટીમની ટી20 સીરિઝની છેલ્લી મેચ હશે.

ત્યારબાદ વર્ષ 2026ની શરુઆતમાં ભારતીય ટીમ 3 મેચની વનડે સીરિઝ ન્યુઝીલેન્ડ સામે રમશે. આ સીરિઝની પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ રમાશે. આ સીરિઝ પૂર્ણ થયા બાદ બંન્ને ટીમ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પણ રમાશે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ વડોદરાના મેદાન પર રમશે. તો બીજી મેચ 14 જાન્યુઆરીના રોજ રાજકોટના મેદાન પર રમાશે. ત્યારબાદ બંન્ને ટીમ ત્રીજી અને છેલ્લી વનડે મેચ 18 જાન્યુઆરીના રોજ ઈન્દોરના મેદાન પર રમશે. વનડે સીરિઝની તમામ મેચ ભારતીય સમય અનુસાર બપોરના 1 :30 કલાકે શરુ થશે.

વર્ષ 2026માં ટી20 વર્લ્ડકપ પણ રમાશે. જેની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રુપ સાથે મળી કરી રહ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી 5 મેચની ટી20 સીરિઝમાં નજર આ મેગા ઈવેન્ટની તૈયારીઓ પર પણ રહેશે. બંન્ને ટીમ વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ 21 જાન્યુઆરીના રોજ નાગપુરના મેદાન પર રમાશે.

તો બીજી અને ત્રીજી મેચ 23 અને 25 જાન્યુઆરીના રોજ રાયપુરના ગુવાહટી મેદાન પર રમાશે. ત્યારબાદ ચોથી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ વિશાખાપટ્ટનમના મેદાન પર રમશે. સીરિઝની છેલ્લી ટી20 મેચ 31 જાન્યુઆરીના રોજ ત્રિવેન્દ્રમમાં રમશે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
