AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઠાકોર સમાજનું બંધારણ મજબૂત કરવા ખર્ચવિહીન લગ્નોનું આયોજન : પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું ઉદાહરણ, જુઓ Video

Breaking News : ઠાકોર સમાજનું બંધારણ મજબૂત કરવા ખર્ચવિહીન લગ્નોનું આયોજન : પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું ઉદાહરણ, જુઓ Video

| Updated on: Feb 02, 2026 | 1:25 PM
Share

વાવ થરાદમાં રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરની દીકરી અને ભત્રીજીના સાદગીપૂર્ણ લગ્ન સંપન્ન થયા છે. ઠાકોર સમાજના બંધારણને મજબૂત કરવા આ અનોખા લગ્નોનું આયોજન કરાયું હતું. સાદા મંડપ, ડીજે વગર અને પત્રિકા વિના ફોન દ્વારા આમંત્રણ આપીને, સમાજમાં સુધારો લાવવાનો સંદેશ આપવામાં આવ્યો. સમાજે પણ આ નિર્ણયને આવકાર્યો છે.

વાવ થરાદ: રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરની દીકરી અને ભત્રીજીના લગ્ન વાવના બિયોક ખાતે સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયા છે. આ લગ્ન ઠાકોર સમાજના બંધારણને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવ્યા હતા. સમાજના નિયમો અનુસાર, આ લગ્નો સાદા મંડપ હેઠળ અને ડીજે વગર યોજાયા હતા.

લગ્ન માટે કોઈ કંકોત્રી છાપવામાં આવી ન હતી, તેના બદલે પરિવારજનો અને નજીકના સબંધીઓને ફોન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજના બંધારણ મુજબ સાદગીથી લગ્ન કરવાથી સમાજમાં સુધારો આવશે અને ખર્ચમાં ઘટાડો થશે. ઠાકોર સમાજે ખર્ચો કર્યા વગર સાદગીથી લગ્ન કરવાના આ નિર્ણયને આવકાર્યો છે. આ પ્રકારે અમલમાં આવેલું સમાજનું બંધારણ સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં નવી દિશા આપશે તેમ માનવામાં આવે છે.

ફૂલોથી સજાવેલા બંગલામાં ગુંજ્યો ગોળીનો અવાજ, ખુશીના પ્રસંગ પહેલાં શોકની છાયા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">