AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : MCXમાં સોના ચાંદીએ ગુમાવી ચમક, ચાંદી 2.41 લાખે પહોંચી તો સોનુ 1.44 લાખે પહોચ્યું

Breaking News : MCXમાં સોના ચાંદીએ ગુમાવી ચમક, ચાંદી 2.41 લાખે પહોંચી તો સોનુ 1.44 લાખે પહોચ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2026 | 11:56 AM
Share

સોના અને ચાંદીની વાયદા બજારમાં પડતી શરૂ થઈ હોય તેમ ભાવમાં કડાકો બોલી ગયો છે. MCXમાં ચાંદીનો ભાવ રૂપિયા 2,41,744 ના સ્તરે પહોચી ગયો છે.

સોના અને ચાંદીની વાયદા બજારમાં પડતી શરૂ થઈ હોય તેમ ભાવમાં કડાકો બોલી ગયો છે. MCXમાં ચાંદીનો ભાવ રૂપિયા 2,41,744 ના સ્તરે પહોચી ગયો છે. આ જ ચાંદીનો ભાવ કેટલાક દિવસો પહેલા 3.50 લાખથી 4 લાખની વચ્ચે રમતો જોવા મળ્યો હતો. જો કે, વાયદા બજારમાં તુટી ગયેલ ભાવ વાસ્તવીક બજારના ભાવ કરતા અલગ હોય છે. આમ છતા, આંતરરાષ્ટ્રીય પરિબળને કારણે, ચાંદીના ભાવમાં કડાકો તો બોલ્યો છે. જતા દિવસે વાયદા બજારનો ભાવ સ્થાનિક વાસ્તવિક બજારમાં પણ જોવા મળશે.

આ જ પ્રમાણે, આગની માફક લોકોને દઝાડી ગયેલ સોનાનો ભાવ પણ આજે વાયદા બજારમાં ઘટ્યો છે. MCX સોનાનો ભાવ આજે 1.18 % ઘટીને રૂપિયા 1.44,000થી 1,46,000 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો છે. સોનાના ભાવમાં રૂપિયા 2,000નો વઘારો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ પણ કાબૂ બહાર પહોચ્યાં હતા. હવે ધીમે ધીમા કાબૂમાં આવી રહ્યાંનું આ ક્ષેત્રના જાણકારોનું કહેવુ છે. જો કે, આતંરરાષ્ટ્રીય પરિબળોને કારણે ફરીથી સોનાના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળી શકે છે.

Breaking News : બજેટ પછીના પહેલા દિવસે જ સસ્તા થયા સોના ચાંદી, જાણો કેટલો થયો ભાવ ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">