Asia Cup 2025 : હાર્દિક પંડયાના રમવા પર સસ્પેન્સ ! સૂર્યા-શ્રેયસ પર આવ્યું મોટું અપડેટ
એશિયા કપ માટે ભારતીય ખેલાડીઓની ફિટનેસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલમાં હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવના ફિટનેસ ટેસ્ટ અંગે સમાચાર સામે આવ્યા છે. ચાલો જાણીએ કે આ ત્રણેય અંગે શું અપડેટ છે.

એશિયા કપને ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ શરૂ થઈ ગયો છે.. જોકે, મોટો પ્રશ્ન એ છે કે શું સ્ટાર ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં સફળ રહેશે? આ મામલે હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ અંગે અપડેટ સામે આવ્યા છે.

હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં પાસ થશે કે નાપાસ થશે? તે આગામી 48 કલાકમાં ખબર પડી જશે. 11 અને 12 ઓગસ્ટે હાર્દિકનો ફિટનેસ ટેસ્ટ થશે. પંડ્યા ફિટનેસ ટેસ્ટ માટે NCA પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા પર ફોટો શેર કરી NCA પહોંચવાની માહિતી પણ આપી હતી.

શ્રેયસ અય્યર વિશે સમાચાર છે કે તેણે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. તેનો ટેસ્ટ 27 થી 29 જુલાઈ દરમિયાન લેવામાં આવ્યો હતો. શ્રેયસ અય્યરે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 2023માં રમી હતી. પરંતુ તે એશિયા કપથી ટીમમાં પાછો ફરે તેવી અપેક્ષા છે.

ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે અપડેટ એ છે કે તે હજુ સંપૂર્ણપણે ફિટ નથી. તેને સ્વસ્થ થવામાં વધુ એક અઠવાડિયા લાગી શકે છે. આનો અર્થ એ થયો કે તે ફિઝિયો અને મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ NCAમાં વધુ એક અઠવાડિયા રહેશે. સૂર્યાનું જૂનમાં હર્નિયાનું ઓપરેશન થયું હતું.

એશિયા કપ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થઈ રહ્યો છે. આ 21 દિવસીય ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. (All Photo Credit : PTI / Getty)
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા હાર્દિક, શ્રેયસ, સૂર્યા સહિત તમામ ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. હાર્દિક પંડયા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
