અમેરિકામાં વસતા ગુજરાતી સમાજના રક્ષણ માટે અમેરિકાની પોલીસ સાથે યોજાયો કોફી વિથ કન્વર્ઝેશન કાર્યક્રમ- જુઓ તસવીરો
અમેરિકામાં વસતા ગુજરાતી સમાજના રક્ષણ માટે અમેરિકાની પોલીસ સાથે કોફી વિથ કન્વર્ઝેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમા ગુજરાતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમાં વસતા ગુજરાતીઓની સલામતીને લઈને અવારનવાર સવાલ ઉઠે છે ત્યારે ગુજરાતીઓ પર થતા ક્રાઈમ કેવી રીતે ઘટાડી શકાય તેને લઈને કાર્યક્રમ યોજાયો હતો.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર અવારનવાર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓની સલામતીને લઈને ક્યારેક સવાલ ઉઠતા રહે છે. ગુજરાતીઓ પર ફાયરિંગ અને અન્ય હુમલાની ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે આ ક્રાઈમની ઘટનાને કઈ રીતે અટકાવી શકાય તે માટે અમેરિકામાં એક કાર્યક્રમ યોજાયો

ગુજરાતીઓની સુરક્ષા માટે યુએસમાં રહેતા મોટી સંખ્યામાં ગુજરાતી સમાજ અને ત્યાંના મહાનુભાવો દ્વારા ગુજરાતીઓના રક્ષમ માટે અમેરિકાની પોલીસ સાથે કોફી વિથ કન્વર્ઝેશન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ ઇન્ડો અમેરિકા લોસ એન્જલસના પ્રેસિડેન્ટ તથા બિઝનેસ મેન યોગી પટેલ, પી.કે નાયક તથા પરિમલ શાહની and rajupatel આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

કેલિફોર્નિયાના આર્ટેસિયા ખાતે 23મેના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ઓફિસર્સ સાથે ગુજરાતીઓની સલામતીને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં અનિલ મહાજન, સંજય શાહ, રોહિણી બેદી સહિત ગુજરાતી અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મિ.લુનાએ જણાવ્યું હતું કે ક્રાઇમ રેટમાં ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકા પ્રાઇવેટ કંપનીઓ સાથે મળીને હોમલેસ લોકોને કેવી રીતે ઘર મળે તે માટે કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતી સમાજને કેટલીક ગેંગ દ્વારા ટાર્ગેટ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.