AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં રૂવાપરી માતાજીના મંદિર  નજીક આવેલા તળાવમાં જામ્યા ગંદકીના ગંજ, માથુ ફાડી નાખતી દુર્ગંધથી દર્શનાર્થીઓ ત્રાહિમામ- Video

ભાવનગરમાં ત્રણ વર્ષ પહેલ જ રુવાપરી માતાજીના મંદિર નજીક આવેલા તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યુ છે. પરંતુ નિયમિત જાળવણીના અભાવે તળાવની દુર્દશા સામે આવી છે. તળાવમાં ગંદકીના ઢેર જામ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2026 | 3:44 PM
Share

ભાવેણાવાસીઓને હરવા ફરવા માટેનો વધુ એક પિકનિક પોઈન્ટ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે રુવાપરી માતાજીના મંદિર પાસે લાખોના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યુ હતુ. અહીં ઐતિહાસિક મંદિર હોવાથી અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે ત્યારે અમૃત સરોવર- 2 યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યુ અવે બાકડા મુકવામાં આવ્યા હતા. પરંતુ મનપાના સત્તાધિશોને જાણે તળાવની જાળવણીમાં કોઈ રસ જ ન હોય તેવુ ત્રણ જ વર્ષમાં તળાવની દુર્દશા સામે આવી છે. તળાવમાં કચરાના ગંજ જામ્યા છે પરંતુ તેની સફાઈ કરવામાં આવતી નથી. તળાવની આજુબાજુના સરાઉન્ડીંગ્સમાં મુકેલા બાકડા પણ તૂટી ગયા છે. આટલુ ઓછુ હોય તેમ તળાવમાંથી માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે, જેના કારણે લોકો 5 મિનિટ પણ અહીં ઉભા રહી શક્તા નથી. જરા વિચારો જે સ્થળને પિકનિક સ્પોટ બનાવવા બ્યુટિફેકશન કરાયુ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.

અહીં નજીકમાં જ આવેલુ રૂવાપરી માતાજીનું મંદિર લાખો ભક્તિોની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ દુર્ગંધ અને ગંદકીના કારણે લોકો રોકાઈ શક્તા નથી. ત્રણ વર્ષ પહેલા જ્યારે તળાવનું બ્યુટિફિકેશન કરાયુ ત્યારે લોકોમાં આનંદની લાગણી હતી તેમને હરવા ફરવા માટે વધુ એ સુંદર સ્પોટ મળી રહેશે. પરંતુ ત્રણ જ વર્ષમાં તળાવ પ્રદૂષિત થયુ છે. જાળવણી કરવામાં નિષ્ફળ ગયેલા મનપાના સત્તાધિશો સફાઈ કરવાના બદલે ભાવેણાવાસીઓને ગંદકી ન કરવા અને જાળવણી કરવાની વિનંતિ કરી રહ્યા છે. વાસ્તવમાં તળાવની આ દુર્દશા નિયમિત સફાઈના અભાવે થઈ છે.

હાલ ભાવેણાવાસીઓના અને રૂવાપરી માતાજીના દર્શને આવતા હજારો ભાવિકોની એક જ માગ છે કે વહેલી તકે તળાવની સફાઈ કરવામાં આવે. તળાવ બિસમાર બને તે પહેલા મનપા સફાઈ કરી ઐતિહાસિક સ્થળની ગરિમા જળવાય તે રીતે તેની જાળવણી કરે. એક સમયે સુવિધા માટે બનાવાયેલુ તળાવ હાલ તો દુવિધા બનીને રહી ગયુ છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

પોતાને લેડી ડોન અને દબંગ ગણાવતી કીર્તિ પટેલની ટિકટોકથી જેલ સુધીની સફર અને ગુનાઓની ક્રાઈમ કુંડળી- વાંચો

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">