Dhurandhar Movie : 278 કરોડ કમાનારી ‘ધુરંધર’ ફિલ્મમાં આ 6 ટીવી સ્ટારે મહેફિલ લુટી
રણવીર સિંહની ફિલ્મ ધુરંધરના મેકર્સે બોલિવૂડ અને ટીવીના ઘણા સેલિબ્રિટીઝને કાસ્ટ કર્યા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મમાં ફક્ત એક, બે નહીં, પરંતુ છ ટીવી કલાકારો હતા. તો ચાલો જોઈએ કોણ છે આ ટીવી સ્ટાર જેમણે ધુરંધર ફિલ્મમાં કામ કર્યું છે.

રણવીર સિંહની ધુરંધર ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના સહિતના પોપ્યુલર સેલિબ્રિટીના નામ સામેલ છે. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યા છે.

માનવ ગોહિલની ગણતરી ટીવીના પોપ્યુલર સ્ટારમાં થાય છે. ફિલ્મમાં માનવ સુશાંત બંસલની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં તેનું પાત્ર શાનદાર છે. માનવનો લુક ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

ભાભીજી ઘર પર હૈમાં ગૌરી મૈમની ભૂમિકા નિભાવી ફેમસ થયેલી સૌમ્યા ટંડન પણ ફિલ્મમાં જોવા મળી છે. ધુરંધરમાં અભિનેત્રીએ રહમાન ડકૈત એટલે કે, અક્ષય ખન્નાની પત્નીની ભૂમિકા નિભાવી છે.

રાજ જુત્થીએ પણ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મમાં તેનું પાત્રનું નામ જનરલ શમશાદ હસન છે. રાજને અનેક પોપ્યુલર ટીવીશોમાં કામ કર્યું છે.

ટીવી અભિનેતા રાકેશ બેદી આમતો અનેક ફિલ્મમાં જોવા મળ્યો છે. હવે ધુરંધર દ્વારા તે ચાહકોનું ખુબ જ મનોરંજન કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેમણે નાબિલ ગબોલની ભૂમિકા નિભાવી છે.

ધુરંધરમાં બિગ બોસ ફેમ આયશા ખાન પણ જોવા મળી છે. આ ફિલ્મમાં અભિનેત્રી સુંદર આઈટમ ડાન્સ કરતી જોવા મળી છે. જે ચાહકોને ખુબ પસંદ આવ્યો છે.

આયશા ખાનની સાથે ધુરંધર ફિલ્મમાં આઈટમ સોન્ગમાં ક્રિસ્ટલ ડિસુઝા પણ જોવા મળી છે. ક્રિસ્ટલ આયશા સિંહ સાથે ડાન્સ કરતી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહની ફિલ્મ ધુરંધરે 250 કરોડથી વધારેની કમાણી કરી છે. ધુરંધર ફિલ્મનું બજેટ 140 કરોડ હતુ.
પિતાએ કર્યા હતા 2 વખત લગ્ન પરંતુ દીકરો 50 વર્ષની ઉંમરે પણ કુંવારો છે અભિનેતા જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો
