દિલ્હીમાં AAPની હાર વખતે રાઘવ ચઢ્ઢાની પત્નીએ મૂકી જશ્ન મનાવતી પોસ્ટ, જુઓ Photos
આમ આદમી પાર્ટી આ વખતે જીતની હેટ્રિકથી દુર રહી છે. આમ આદમી પાર્ટીના ખરાબ હાલ જોઈ સોશિયલ મીડિયા પર રાધવ ચઢ્ઢા ટ્રેન્ડ થયો હતો. એક બાજુ દિલ્હીની હાર થઈ રહી હતી. તો બીજી બાજુ રાધવ ચઢ્ઢા પત્ની સાથે જશ્ન મનાવી રહ્યો હતો. જુઓ ફોટો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આમઆદમી પાર્ટીને 70 માંથી માત્ર 22 સીટ પર જીત મળી છે. ચૂંટણીમાં ભાજપ આમ આદમી પાર્ટીને સત્તા પરથી દૂર કરવામાં સફળ રહ્યું છે. ભાજપે 48 બેઠકો જીતી છે.

કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા ચહેરાઓને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે હવે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સાથે રાધવ ચઢ્ઢાને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

રાજ્યસભાના સાંસદ રાધવ ચઢ્ઢા દિલ્હીની ચૂંટણી પ્રચારનો પાર્ટીનો મુખ્ય ચેહરો હતો. પરંતુ જ્યારે પરિણામ આવ્યા અને પાર્ટીને હાર મળી. તો તે અચાનક ગુમ થયો હતો. જેના કારણે તેના પર સવાલો ઉઠી રહ્યા હતા. ચૂંટણી સમયે રાધવ ચઢ્ઢા દિલ્હીમાં ન હોવાને કારણે ખુબ ટ્રોલ પણ થયો હતો.

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન હાલમાં લાઈમલાઈટમાં છે. સિદ્ધાર્થ ચોપરા નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા છે. ભાઈના લગ્ન માટે પ્રિયંકા ચોપરા અમેરિકાથી ભારત પરત આવી છે. તેની સાથે પતિ નિક જોનસ પણ ભારત આવ્યો છે.પરિણીતી ચોપરા તેના ભાઈના લગ્નમાં તેના પતિ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં ચૂટણીના રિઝલ્ટ વખતે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાધવ ચઢ્ઢા લગ્નમાં જશ્ન મનાવી રહ્યા હતા. દિલ્હી ચૂંટણીના રિઝલ્ટ પહેલા રાધવ ચઢ્ઢા પ્રિયંકા ચોપરાના ભાઈના લગ્નમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર પરીણિતી ચોપરાએ ઈન્સ્ટાસ્ટોરી પણ શેર કરી હતી.

લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર પરિણીતી ચોપરા અને રાધવ ચઢ્ઢાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા હતા.
પરિણીતિ ચોપરાના મેરેજ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે વર્ષ 2023માં થયા છે. પ્રિયંકા ચોપરા, મીરા ચોપરા તેમજ મન્નારા ચોપરા તેની પિતરાઈ બહેન છે.પરિણીતિ ચોપરાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
