
પરિણીતિ ચોપરા
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા ભારતીય હિન્દી સિનેમા સાથે જોડાયેલી છે. તેનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. પોતે અભિનેત્રીની સાથે સિંગર પણ છે. તે પંજાબી પરિવારમાંથી આવે છે. તેની માતાનું નામ રીના ચોપરા છે. તેને શિવાંગ અને સહજ એમ બે ભાઈ છે.
પરિણીતિ ચોપરાને ફિલ્મ ફેર અને રાષ્ટ્રીય પુરસ્કાર સહિત ઘણા અવોર્ડ મળ્યા છે. તેણે 2011ની રોમેન્ટિક કોમેડી લેડીઝ વર્સીસ રિકી બહલથી અભિનયમાં પગરવ માંડ્યા હતા. બેસ્ટ વુમન ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ તેણે બોક્સ ઓફિસ હિટ ઇશકઝાદે (2012), શુદ્ધ દેશી રોમાન્સ (2013) અને હંસી તો ફસી (2014) માં તેની ભૂમિકાઓ માટે પ્રશંસા મેળવી હતી.
તેણે માત્ર એક્ટિંગ જ નહીં આ ઉપરાંત ચોપરા બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે એક મુખ્ય સેલિબ્રિટી એન્ડોર્સર પણ છે. તે ઘણી એડવર્ટાઈઝમાં જોવા મળે છે. તેણે “માના કે હમ યાર નહી” અને “તેરી મિટ્ટી” સહિત પોતાના કેટલાક ફિલ્મી ગીતો પણ ગાયા છે. 2022માં ચોપરાએ કલર્સ ટીવી પર આવતો રિયાલિટી શો હુનરબાઝઃ દેશ કી શાનને જજ કરીને ટેલિવિઝનમાં ફણ શાનદાર શરૂઆત કરી છે.
પરિણીતિ ચોપરાના મેરેજ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે વર્ષ 2023માં થયા છે. પ્રિયંકા ચોપરા, મીરા ચોપરા તેમજ મન્નારા ચોપરા તેની પિતરાઈ બહેન છે.
છોટા પેકેટ બડા ધમાકા છે આ બોલીવુડ અભિનેત્રીઓ, પોતાની મહેનતથી સાબિત કર્યું કે સફળતા માટે ઊંચાઈ મહત્વની નથી
બોલિવુડમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે. જેની હાઈટ ખુબ લાંબી છે. તો કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે, જેમની હાઈટ ખુબ ઓછી છે. કેટલીક અભિનેત્રીને તો ફિલ્મના શૂટિંગમાં મુશ્કેલીઓ પણ આવે છે.
- Nirupa Duva
- Updated on: Feb 28, 2025
- 3:07 pm
દિલ્હીમાં AAPની હાર વખતે રાઘવ ચઢ્ઢાની પત્નીએ મૂકી જશ્ન મનાવતી પોસ્ટ, જુઓ Photos
આમ આદમી પાર્ટી આ વખતે જીતની હેટ્રિકથી દુર રહી છે. આમ આદમી પાર્ટીના ખરાબ હાલ જોઈ સોશિયલ મીડિયા પર રાધવ ચઢ્ઢા ટ્રેન્ડ થયો હતો. એક બાજુ દિલ્હીની હાર થઈ રહી હતી. તો બીજી બાજુ રાધવ ચઢ્ઢા પત્ની સાથે જશ્ન મનાવી રહ્યો હતો. જુઓ ફોટો
- Nirupa Duva
- Updated on: Feb 9, 2025
- 11:45 am
Ambani Family Function : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ગેરહાજર રહ્યા આ બોલિવૂડ સ્ટાર્સ, ઘણા મોટા નામ સામેલ, જાણો કારણ
Anant Radhika wedding actors absent :12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ને દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ભવ્ય લગ્નમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આશીર્વાદ સમારોહ અને રિસેપ્શનમાં પણ બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો, પરંતુ કેટલાક સ્ટાર્સની ગેરહાજરી લોકો ચૂકી ગયા હતા. ચાલો જાણીએ એવા કલાકારો વિશે જેઓ અંબાણીના આ લગ્નથી દૂર રહ્યા.
- Meera Kansagara
- Updated on: Jul 15, 2024
- 2:20 pm